લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ થઈ રહી છે. આ વચ્ચે ટિકિટ ફાળવણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ બાજી મારી લીધી છે. એક તરફ અન્ય પાર્ટીઓ ટિકિટ ફાળવણીને લઈને મંથન કરી રહી છે તો આમ આદમી પાર્ટીએ બુધવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election 2022) માટે પોતાના 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાય શકે છે ઉમેદવાર
આમ આદમી પાર્ટી  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election 2022) માટે ઉમેદવારોની યાદી જાહેર કરનાર પ્રથમ રાજકીય પાર્ટી બની ગઈ છે. પરંતુ આ આપના ઉમેદવાર ફાઇનલ નથી. આપ સાંસદ સંજય સિંહે કહ્યુ કે, કેટલાક ઉમેદવારોને બદલવામાં આવી શકે છે, જો તે પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમો અનુરૂપ નથી. 


રાજ્યસભામાં હંગામાને કારણે સસ્પેન્ડ થયેલા TMC સાંસદ અર્પિતા ઘોષે આપ્યું રાજીનામું  


આ જગ્યાઓ માટે ઉમેદવાર જાહેર
આપે લખનઉ, સીતાપુર, સુલતાનપુર, પ્રતાપગgarh, રામપુર, કાનપુર, પ્રયાગરાજ, હરદોઈ, ગાઝિયાબાદ, આગરા, અલીગઢ, અમેઠી, બહરાઈચ, બારા બાંકી, બલિયા સહિત અન્ય સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. રસપ્રદ વાત છે કે એકમાત્ર લખનઉમાં આપના બે ઉમેદવાર રાજીવ બખ્શી અને નદીમ અશરફ જાયસી પૂર્વ કોંગ્રેસી નેતા છે, જેણે પાછલા વર્ષે પાર્ટી છોડી હતી. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube