AAP એ શરૂ કરી 2019ની તૈયારી, દિલ્હીથી દિલીપ પાંડે સહિત આ ત્રણને મળી શકે છે ટિકીટ!
2019માં યોજાનારી લોકસભાની ચૂંટની બધા રાજકીય પક્ષો માટે `માછલીની આંખ` વાળું લક્ષ્ય બની ચૂકી છે. ભાજપ આતેના માટે ગત વર્ષે જ મિશન 350 બનાવીને તૈયારી શરૂ કરી દીધી હતી. ભાજપ્ને ઘેરવા માટે તમામ વિપક્ષી દળો પણ મહાગઠબંધનની તૈયારીમાં લાગી ગયા છે. તેના માટે કોઇ ભોજન સમારોહનું આયોજન કરી રહ્યું છે તો કોઇ દિલ્હી દોડી જઇ નેતાઓને પોતાના પક્ષમાં કરવા માટે જુગાડ લગાવી રહ્યું છે. આ બધામાં દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ વખતે `આપ`નું ફોકસ દેશ પર નહી પરંતુ માત્ર દિલ્હી અને કેટલાક રાજ્યોમાં જ રહેશે.
નવી દિલ્હી: 2019માં યોજાનારી લોકસભાની ચૂંટની બધા રાજકીય પક્ષો માટે 'માછલીની આંખ' વાળું લક્ષ્ય બની ચૂકી છે. ભાજપ આતેના માટે ગત વર્ષે જ મિશન 350 બનાવીને તૈયારી શરૂ કરી દીધી હતી. ભાજપ્ને ઘેરવા માટે તમામ વિપક્ષી દળો પણ મહાગઠબંધનની તૈયારીમાં લાગી ગયા છે. તેના માટે કોઇ ભોજન સમારોહનું આયોજન કરી રહ્યું છે તો કોઇ દિલ્હી દોડી જઇ નેતાઓને પોતાના પક્ષમાં કરવા માટે જુગાડ લગાવી રહ્યું છે. આ બધામાં દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ વખતે 'આપ'નું ફોકસ દેશ પર નહી પરંતુ માત્ર દિલ્હી અને કેટલાક રાજ્યોમાં જ રહેશે.
પાટી સૂત્રોનું માનીએ તો 'આપ' એ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ઉમેદવારોના નામો પર વિચાર કરવાનું શરૂ કરી દીધું છે. આ પહેલાં પણ પાર્ટીએ પોતાના ધારાસભ્યોને પોત-પોતાના વિધાનસભા ક્ષેત્રોમાં વધુ સમય પસાર કરવા અને જનતાની સમસ્યાને તાત્કાલિક નિવારવા માટે કહ્યું હતું. કેટલાક ધારાસભ્યોને તો અન્ય વિધાનસભા ક્ષેત્રોમાં જઇને પ્રચાર-પ્રસાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.
દિલ્હીમાં લોકસભાની 7 સીટો છે અને સાતેય પર ભાજપનો કબજો છે. 2014ની ચૂંટણીમાં આપ બીજા સ્થાન પર રહી હતી. વિધાનસભામાં આપનો કબજો છે. 70 સીટોવાળી વિધાનસભામાં વિપક્ષ પાસે માત્ર 4 સીટો છે, જ્યારે આપનો કબજો છે.
આ નામો પર ચર્ચા
પાર્ટીના સૂત્રોનું માનીએ તો 'આપ' આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ધ્યાન આપી રહી છે અને આતિશી માર્લેના, રાજીવ ચઢ્ઢા અને દિલીપ પાંડેના મુકાબલામાં ઉતારવા પર વિચાર કરી રહી છે. 36 વર્ષીય માર્લેનાને પૂર્વી દિલ્હી મતવિસ્તાર પરથી પાર્ટી ચૂંટણીમાં ઉતારી શકે છે. તે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સલાહકાર છે. માર્લેના ઉપરાંત રાઘવ ચડ્ઢા (29)ને નવી દિલ્હી મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવી શકાય છે, જ્યારે દિલીપ પાંડે (37)ને ઉત્તરરી પૂર્વી દિલ્હીથી ઉતારવામાં આવી શકે છે. આ સીટનું પ્રતિનિધિત્વ અત્યારે દિલ્હી ભાજપા પ્રમુખ મનોજ તિવારી કરી રહ્યાં છે. ઉત્તરી પૂર્વી દિલ્હી મતવિસ્તારમાંથી પૂર્વાંચલ ક્ષેત્રની મોટી વસ્તી છે. તેમાં વધુ એક નામ ઝડપથી આગળ વધી રહ્યું છે, તે છે વિધાનસભાની ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય રાખી બિડવાલનું.
'આપ'ના એક અન્ય નેતાએ જણાવ્યું કે પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો પર વિચાર શરૂ કરી દીધો છે અને આ નેતાઓના નામ પર ચર્ચા ચાલી રહી છે. જોકે આમ કહેવું ઉતાવળ કહેવાશે કે પાર્ટીએ તેમના નામ નક્કી કરી લીધા છે.
(ઇનપુટ ભાષામાંથી)