Digene Gel Goa Plant: જો તમે પણ પેટ ખરાબ થવા પર ડાઈજીન જેલનું સેવન કરતા હોવ તો આમ કરવાનું તરત બંધ કરી દો. આ સીરપ એબોટ કંપની  તૈયાર કરે છે. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કંપનીના એન્ટાસિડ સિરપ, ડાઈજીન જેલ અંગે એડવાઈઝરી એલર્ટ બહાર પાડી છે. આ સાથે જ દર્દીઓને સલાહ આપવામાં આવી છે કે ગોવા પ્લાન્ટમાં તૈયાર કરાયેલી ડાઈજીન જેલનું સેવન કરવાનું તાકીદે બંધ કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રાહકની ફરિયાદના આધારે નિર્ણય
DCGI તરફથી જણાવવામાં આવ્યું છે કે 9 ઓગસ્ટના રોજ એક ગ્રાહકની ફરિયાદના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો. ગ્રાહકે જણાવ્યું કે ડાઈજીનની એક બોટલનો સામાન્ય સ્વાદ મીઠો છે અને તે હળવી ગુલાબી રંગની ચે. જ્યારે તેની બેચની બીજી બોટલ કડવા સ્વાદ અને તીખી ગંધ સાથે સફેદ રંગની હતી. ત્યારબાદ એબોટે કહ્યું કે 11 ઓગસ્ટના રોજ તેણે આ બેચમાં તૈયાર કરાયેલી ડાઈજીન જેલને પાછી ખેંચી છે. ગ્રાહકો તરફથી જણાવવામાં આવ્યું હતું કે સફેદ જેલનો સ્વાદ કડવો અને તેમાં તીખી ગંધ હતી. 


DCGI ની વેબસાઈટ પર નોટિસ
DCGI તરફથી સુરક્ષા ચિંતાઓને જોતા દર્દીઓ અને ગ્રાહકોને એબોટના ગોવા પ્લાન્ટમાં તૈયાર કરાયેલી એન્ટાસિડ જેલનું સેવન બંધ કરવાનું કહ્યું. જો કે દર્દીઓની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ અંગે હજુ સુધી કોઈ પણ જાણકારી સામે આવી નથી. ડીસીજીઆઈ તરફથી વેબસાઈટ પર મૂકાયેલી નોટિસમાં કહેવાયું છે કે સફેદ થઈ ગયેલી પ્રોડક્ટ અનસેફ હોઈ શકે છે અને તેના ઉપયોગથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. 


ડીસીજીઆઈએ એમ પણ કહ્યું કે હોલસેલ વિક્રેતાઓને વિતરણ પહેલા એક્ટિવ શેલ્ફ લાઈફની અંદર પ્રભાવિત ઉત્પાદનોને હટાવવા જોઈએ. DCGI એ કહ્યું કે ડોક્ટર્સ પોતાના દર્દીઓને ઉપરોક્ત પ્રોડક્ટના સેવનથી થનારી કોઈ પણ અસર અંગે જાણકારી આપે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube