નવી દિલ્હીઃ ગયા મહિના પાકિસ્તાન દ્વારા પકડી લેવાયેલા અને પછી બે દિવસ બાદ ભારતને પરત સોંપવામાં આવેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શ્રીનગરમાં પોતાની સ્કવાર્ડનમાં જોડાઈ ગયા છે. જોકે, તેઓ આરોગ્યના આધારે ચાર અઠવાડિયાની રજા પર છે. આધિકારિક સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, અભિનંદન રજાના દિવસો દરમિયાન ચેન્નઈ ખાતેના પોતાના નિવાસસ્થાને જવાને બદલે શ્રીનગરમાં પોતાની સ્કવાડ્રનમાં રોકાવાનો નિર્ણય લીધો છે. ભારતીય વાયુસેનાના પાઈલટ અભિનંદનને લગભગ 12 દિવસ પહેલા એ સમયે રજા પર ઉતારી દેવાયા હતા જ્યારે સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનથી તેમના પરત ફર્યા બાદ બે અઠવાડિયા સુધી તેમની ઉલટતપાસ કરી હતી. 


સૂત્રોએ જણાવ્યું કે, અભિનંદન તેમના માતા-પિતા સાથે સમય પસાર કરવા માટે ચેન્નાઈ ખાતેના પોતાના ઘરે પણ જઈ શકે એમ હતા. જોકે, તેમણે શ્રીનગર ખાતેની પોતાની સ્કવાડ્રનમાં રોકાવાનું પસંદ કર્યું છે. આરોગ્યના આધારે ચાર સપ્તાહની રજા પુરી થયા બાદ સેનાનું મેડિકલ બોર્ડ ફરીથી અભિનંદનનો સંપૂર્ણ ચેકઅપ કરશે. ત્યાર બાદ સમીક્ષા કરવામાં આવશે, જેથી વાયુસેનાના ટોચના અધિકારીઓ એ નક્કી કરી શકે કે તે ફરીથી યુદ્ધ વિમાન ઉડાવી શકશે કે નહીં. 


લોકસભા ચૂંટણી 2019: અડવાણી પછી ભાજપના અન્ય સંસ્થાપક મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ


અભિનંદને યુદ્ધ વિમાન ઉડાવાની પોતાની ડ્યુટીમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કરીને ઘુસી આવેલા પાકિસ્તાનના વિમાનોને પાછા ધકેલવા દરમિયાન અભિનંદનનું મિગ-21 ફાઈટર વિમાન તુટી પડ્યું હતું અને તેઓ પાકિસ્તાનની ધરતી પર પેરાશૂટ મારફતે ઉતર્યા હતા. જ્યાં પાકિસ્તાનની સેનાએ તેમને પકડી લીધા હતા. 


[[{"fid":"207830","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ પહેલા અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના એક એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. ભારતના ભારે દબાણને પગલે પાકિસ્તાને બે દિવસ બાદ તેણે પકડેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પરત સોંપ્યો હતો. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...