કોલકત્તાઃ ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેક બેનર્જીને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપી છે. તેમને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. બંગાળ ચૂંટણી પહેલા લોકસભા સાંસદ અભિષેક બેનર્જીના બહાને વિપક્ષે મમતા બેનર્જી પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે પાર્ટીએ ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ અભિષેકને નવી જવાબદારી સોંપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીએમસી (યુવા) અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામુ
અભિષેક બેનર્જી હાલમાં પાર્ટીના યુવા વિંગના અધ્યક્ષ હતા. પરંતુ 'એક નેતા એક પદ'ની પોલિસીને જોતા તેમણે યુવા વિંગના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. મહત્વનું છે કે અભિષેક બેનર્જીએ ચૂંટણી દરમિયાન ખુબ પ્રચાર કર્યો હતો અને પાર્ટીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહત્વનું છે કે અભિનેતાથી રાજનેતા બનેલી સયોની ઘોષને પાર્ટીએ યુવા વિંગની કમાન સોંપી છે. 


આ પણ વાંચોઃ આ ગામમાં મહિલા નહીં પુરૂષ સંભાળે છે કિચન, 500 વર્ષથી ચાલે છે પરંપરા  


આ સિવાય બંગાળમાં જીત હાસિલ કર્યા બાદ ટીએમસીએ કિસાન નેતા રાકેશ ટિકૈતને બંગાળ આવવાનું આમંત્રણ આપ્યુ છે. પાર્ટીએ 9 જૂને રાકેશ ટિકૈતને બંગાળ આવવાની દાવત આપી છે. તમને જણાવી દઈએ કે ટિકૈતે નંદીગ્રામ જઈને પ્રચાર કર્યો હતો. 


હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાકેશ ટિકૈતને બંગાળ બોલાવ્યા છે અને કિસાન આંદોલનની આગળની રણનીતિ તૈયાર કરવાની વાત કહી છે. મહત્વનું છે કે મમતા બેનર્જી કિસાન આંદોલનના સમર્થનમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતા રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube