રાજ્યસભામાં સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ (222) નીચે કથિત રીતે નોટોની થોકડી મળી આવવાના મામલે આજે ભારે હંગામો થયો. નોટ મળવાના આરોપ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સવાલ કર્યો કે તપાસ વગર તમે કેવી રીતે કહી શકો? સત્તા પક્ષે કોંગ્રેસને ઘેરવાની કોઈ તક છોડી નહીં. જેપી નડ્ડાએ ઊભા થઈને ખડગે પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે હું વિચારી રહ્યો છું કે તમે કહેશો કે તપાસ થવા દો બધુ સ્પષ્ટ થઈ જશે. જેપી નડ્ડાએ કહ્યું કે આ ઘટના સદનની ગરિમા પર ચોટ છે. બાદમાં ખડગેએ પલટવાર કર્યો કે તપાસ રોકવા માટે કોણ કહી રહ્યું છે. હવે આ તમામ મામલે અભિષેક મનુ સિંઘવીએ પણ જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું અભિષેક મનુ સિંઘવીએ?
સિંઘવીએ કહ્યું કે હજુ આ વિશે સાંભળ્યું નહતું. તેમણે કહ્યું કે હું જ્યારે પણ રાજ્યસભા જઉ છું ત્યારે 500 રૂપિયાની એક નોટ જ હોય છે. મેં આ વિશે પહેલીવાર સાંભળ્યું. હું કાલે 12:57 વાગે સદન વાગે સદનમાં પહોંચ્યો અને સદન 1 વાગે સ્થગિત થઈ. ત્યારબાદ હું 1:30 વાગ્યા સુધી કેન્ટીનમાં બેઠો ત્યાં લંચ કર્યું. આથી કાલે હું સદનમાં ફક્ત 3 મિનિટ માટે હતો. 



શું કહ્યું સભાપતિએ
સભાપતિ જગદીપ ધનખડે આજે સદનમાં જણાવ્યું કે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની સીટ પાસે રાજ્યસભા કક્ષમાં 500 રૂપિયાની નોટોની થપ્પી મળી આવી છે. રાજ્યસભા કક્ષમાં 500 રૂપિયાની નોટનું બંડલ મળવાના મામલે તપાસ થઈ રહી છે. 



મલ્લિકાર્જૂન ખડગેને આપત્તિ કેમ
નેતા વિપક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ નોટનું બંડલ મળવાના મામલે ધનખડને કહ્યું કે જો મામલાની તપાસ ચાલુ છે તો સભાપતિએ તપાસ પૂરી થયા સુધી સભ્યનું નામ લેવું જોઈતું નહતું. 


શું સદનમાં નોટ ન લઈ જવાય?
સંસદમાં નોટ લઈ જવાય કે નહીં તેનો કોઈ નિયમ નથી. કોઈ પણ સાંસદ અંદર કેટલી કરન્સી લઈ જઈ શકે તેની કોઈ મર્યાદા નથી. અનેક એવા સાંસદ છે કે જે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા નથી. આવા સંસદ અંદર બેંકની બ્રાન્ચમાંથી પૈસા કાઢે છે અને પેમ્બરમાં લઈ જાય છે. 


તપાસ કઈ વાતની થશે
તપાસ એ વાતની થશે કે સીટ પાસે નોટનું આ બંડલ કેવી રીતે આવ્યું. અભિષેક મનુ સિંઘવીએ દાવો કર્યો કે તેઓ ફક્ત 500 રૂપિયાની નોટલઈને સદનમાં જાય છે. આ મામલે તપાસ શરૂ થઈ છે. જો કે હવે આ બધુ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ પર નિર્ભર છે કે તેઓ આ અંગેની તપાસ દિલ્હી પોલીસને સોંપે છે કે પછી કોઈ અન્ય એજન્સીને.