નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ વિનાયક દામોદર સાવરકરની પ્રશંસા કરતાં કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ થઈ ગયું છે. સૂત્રો અનુસાર આ બાબતે તેમની સ્પષ્ટતા માગવામાં આવી છે. હકીકતમાં સોમવારે બપોરે બે કલાકે સિંઘવીની ટ્વીટ એવા સમયે આવી જ્યારે મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન ચાલી રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટમાં લખ્યું છે કે, "ભારતીય વિચારોની શક્તી તેનો સમાવેશક હોવું છે. સ્વતંત્રતા આંદોલન સંબંધમાં અનેક ધારાઓ છે. એ શક્ય છે કે કોઈ સાવરકરના રાષ્ટ્રવાદની સંકલ્પના કે ગાંધીવાદના સંદર્ભમાં તેમના વિચારો સાથે સહમત નહોય, પરંતુ એ તો સ્વીકારવું પડશે કે તેએ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રેરિત હતા."


કોંગ્રેસના દિગ્ગજ નેતા મોદી સરકારની આ યોજના પર ઓવારી ગયા, ખોબલે ખોબલે કર્યા વખાણ 


સિંઘવીએ વધુમાં લખ્યું છે કે, "વ્યક્તિગત રીતે હું સાવરકરની વિચારધારા સાથે સહમત નથી, પરંતુ એ વાસ્તવિક્તા છે કે તેઓ એક કુશળ વ્યક્તિ હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો, દલિતોના અધિકારો માટે લડાઈ લડી હતી અને દેશ માટે જેલમાં ગયા હતા."


કોંગ્રેસનું હાઈકમાન્ડ અભિષેક મનુ સિંઘવીની ટ્વીટથી નારાજ થઈ ગયું છે. હવે તેમની પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે કે, તેમણે પાર્ટીની વિચારધારાથી વિરુદ્ધ આ નિવેદન શા માટે આપ્યું છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....