BJPએ કહ્યું અમે હટાવીશું 370, પાક.ને લાગ્યા મરચા કહ્યું કોઇ પણ સ્થિતીમાં નહી થવા દઇએ
પાકિસ્તાને કહ્યું કે, તેઓ કાશ્મીરમાં ભારતીય સંવિધાનનાં અનુચ્છેદ 370ને રદ્દ કરવામાં આવે તે કોઇ પણ સ્થિતીમાં સ્વીકાર નહી કરે
ઇસ્લામાબાદ : પાકિસ્તાને કહ્યું કે, તે કાશ્મીરમાં ભારતીય સંવિધાનનો અનુચ્છેદ 370ને રદ્દ કરવામાં આવે તે ક્યારે પણ સ્વિકાર નહી કરે કારણ કે, આ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનુ ઉલ્લંઘન છે. અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીરના સંબંધમાં એક અસ્થાયી પ્રાવધાન છે. તેઓ કેન્દ્રીય અને સમયવર્તી માહિતી હેઠળ આવનારા વિષયો પર કાયદો બનાવવાની સંસદની શક્તિઓ સીમિત કરીને સંવિધાનનાં અલગ અલગ પ્રાવધાનોની વ્યવહારિકતા પર પ્રતિબંધ લગાવે છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કાશ્મીરમાં અનુચ્ઝેદ 370ને રદ્દ કરવાનાં મુદ્દે શુક્રવારે પત્રકારોને જણાવ્યું કે આ સંયુક્ત રાષ્ટ્રનાં પ્રસ્તાવોનું ઉલ્લંઘન હશે.
ભાજપે બાંદા સાંસદની ટિકિટ કાપી, તેઓ પાર્ટી ઓફીસ પર જ ઉપવાસ પર ઉતર્યા
પાકિસ્તાને કહ્યું કે, ભારતીય સંવિધાનના અનુચ્છેદ 370ને ખતમ કરવું સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન છે. અમે કોઇ પણ પરિસ્થિતીમાં સ્વિકાર નહી કરીએ અને કાશ્મીરનાં લોકો પણ તેનો સ્વિકાર નહી કરે. ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાં અનુચ્છેદ 370ને હટાવવા પ્રત્યે પાર્ટીની પ્રતિબદ્ધતા વારંવાર દોહરાવી છે.
અનુચ્છેદ 370
ભારતીય સંવિધાનની અનુચ્છેદ 370 એક અસ્થાયી પ્રબંધ દ્વારા જમ્મુ અને કાશ્મીરને એક વિશેષ સ્વાયત્તાવાળુ રાજ્યને દરજ્જો આપે છે. ભારતીય સંવિધાનના ભાગ 21 હેઠળ, જમ્મુ અને કાશ્મીરને આ અસ્થાયી પરિવર્તી અને વિશેષ પ્રબંધ વાળા રાજ્યોનો દરજ્જો પ્રાપ્ત થાય છે. ભારતનાં તમામ રાજ્યોમાં લાગુ થનારા કાયદા આ રાજ્યમાં લાગુ નથી થતા. દાખલા તરીકે 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલનાં બદલે સદર એ રિયાસત અને મુખ્યમંત્રીનાં સ્થાને વડાપ્રધાન હતા.