નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આરએસએસના છાત્ર સંઘ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે 4માંથી 3 સીટો પર જીત નોંધાવી હતી. કોંગ્રેસનાં છાત્ર એકમ એનએસયુઆઇને એક સીટ મળી હતી. એબીવીપી ઉમેદવાર અંકિવ બસોયા અધ્યક્ષ, શક્તિસિંહ ઉપાધ્યક્ષ અને જ્યોતિ ચૌધરીએ સંયુક્ત સચિવ પદ પર જીત પ્રાપ્ત કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનએસયુઆઇના આકાશ ચૌધરીએ સચિવ પદ પર જીત નોંધાવી હતી. અધ્યક્ષ પદ પર એનએસયુઆઇનાં સન્ની છીલ્લરને એબીવીપીના અંકિત બસોયાએ 60 મતથી હરાવ્યો. જ્યારે ઉપાધ્યક્ષ પદ પર એબીવીપી ઉમેદવાર શક્તિસિંહે 8500 મત સાથે જીત પ્રાપ્ત કરી છે. સંયુક્ત સચિવ પદ પર પરિષદની જ્યોતી ચૌધરીએ 1700 મતથી જીત પ્રાપ્ત કરી છે.


તેનાથી થોડી કલાકો પહેલા ઇવીએમ મશીનોમાં ગોટાળા હોવાનાં કારણે મતગણતરી અટકી ગઇ હતી અને સંગઠનોમાં હોબાળો કરવામાં આવ્યો હતો. ઇવીએમ મશીનમાં ગોટાળા બાદ કોંગ્રેસ સાથે જોડાયેલા સંગઠન એનએસયુઆઇએ નવેસરતી ચૂંટણી કરાવવા માટેની માંગ કરી જ્યારે આરએસએસ વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ મતગણતરી ફરીથી ચાલુ કરાવવા માટે કહ્યું હતું. 

ત્યાર બાદ તમામ ઉમેદવારે મતગણતરી ફરીથી ચાલુ કરવા માટે સંમતી વ્યક્ત કરી. મતગણતરી અટકી તે પહેલા શરૂઆતી વલણમાં કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઇ અધ્યક્ષ પદ પર આગળ હતું જ્યારે એબીવીપી ઉમેદવાર ઉપાધ્યક્ષ પદ પર આગળ ચાલી રહ્યાહ તા. અત્રે ઉલ્લેખનીય છે કે ડીયુ ચૂંટણી માટે બુધવારે સાંજે સાડા સાત વાગ્યે આશરે 44.46 ટકા મતદાન થયું. મતદાન શાંતિપુર્ણ રહ્યું. એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીની 52 કેન્દ્રો પર મતદાન થયું હતું.