હૈદરાબાદ યૂનિવર્સિટીના વિદ્યાર્થીસંઘ ચૂંટણીમાં ABVPએ મારી બાજી, તમામ પદ જીત્યા
ABVPએ અદર બૈકવાર્ડ ક્લાસીઝ ફેડરેશન અને સેવાલાલ વિદ્યાર્થી દળની સાથે મળીને ચૂંટણી લડી હતી
હૈદરાબાદ : હૈદરાબાદ યૂનિવર્સિટીમાં 2018-19ના વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આઠ વર્ષ બાદ ટોપનાં છ પદો પર જીત પ્રાપ્ત કરી છે. એબીવીપીએ અદર બેગવર્ડ ક્લાસેઝ ફેડરેશન (OBCF) અને સેવાલાલ વિદ્યાર્થી દળ (SLVD)ની સાથે મળીને ચૂંટણી લડી હતી. તેણે પાંચ ઓક્ટોબરે યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહાસચિવ, સંયુક્ત સચિવ, સાંસ્કૃતિક સચિવ અને રમત સચિવ સહિત છ પદો પર જીત પ્રાપ્ત કર્યું.યુઓએચએ શનિવારે પરિણામની જાહેરાત કરી.યુઓએચને હૈદરાબાદ કેન્દ્રીય યુનિવર્સિટી (NCU)ના નામથી પણ ઓળખાય છે.
વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં વિદ્યાર્થી ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI), એબીવીપી-ઓબીસીએફ-એસએલવીડી અને આંબેડકર સ્ટૂડેંટ્સ એસોસિએશનનાં પ્રતિનિધિત્વ વાળા યૂનાઇટેડ ડેમોક્રેટિક એલાઇન્સ, બહુજન સ્ટુડેંટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાની વચ્ચે કડક ટેક્કર જોવા મળ્યું. 3900થી વધારે વિદ્યાર્થીઓએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
તેલંગાણાં એબીવીપી સભ્ય સુશિલે કહ્યું કે, આઠ વર્ષનાં અંતરાલ બાદ એબીવીપીએ યૂઓએચમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતી છે.
આરતીનાગપાલના અધ્યક્ષ પદ પર જીત પ્રાપ્ત કરી
ABVP-OBCF-SLVDની તરફથી પીએચડી વિદ્યાર્થી આરતી નાગપાલે અધ્યક્ષ પદ જીતી લીધું છે. આરતીને 1663 મત મળ્યા. ઉપાધ્યક્ષ પદ પર અમિત કુમાર જીત્યા. અમિતને 1505 મત મળ્યા. ધીરજ સંજોગી મહાસચિવના પદ માટે અને પ્રવીણ કુમાર સંયુક્ત સચિવ પદ માટે પસંદગી પામ્યા. અરવિંદ એસ.કુમારે સાંસ્કૃતિક સચિવનાં પદ પર અને નિખિલ રાજનાં રમત સચિવ પદ પર જીત પ્રાપ્ત કરી.
વિદ્યાર્થી સંઘ SFIએ નિવેદનમાં જણાવ્યું કે, તેમણે ચૂંટણી પહેલા અન્ય ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ સંગઠનો સાથે મોટુ એલાન્સ બનાવવા માટેનો પ્રયાસ કર્યો હતો જો કે ઘણા કારણોથી ચાલી રહેલા પ્રયાસો સફળ નથી થઇ શક્યા. પરસ્પર વિરોધ વિચારધારા આ નિષ્ફળતાનું સૌથી મોટુ કારક રહ્યું.