મહારાષ્ટ્ર / યવતમાલ :  મહાગાંવના ફુલસાવાંગી (Fulsavangi) વિસ્તારમાં હેલીકોપ્ટર (Helicopter) ની પાંખો વાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ શેખ ઇસ્માઇલ ઉર્ફે મુન્ના, શેખ ઇબ્રાહિમ છે. ઈસ્માઈલે તેના ઘરની અંદર હેલિકોપ્ટર બનાવ્યું હતું. રાત્રે હેલિકોપ્ટર (Helicopter) ની ટ્રાયલ દરમિયાન હેલિકોપ્ટરની પાંખ તૂટીને તેના માથામાં વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઈસ્માઈલ કુલરની મોટર બનાવવાનું કામ કરતો હતો, 15 ઓગસ્ટના રોજ શેખ ઈસ્માઈલ લોકોને હેલિકોપ્ટર વિશે જણાવવાનો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે (Police) જાણકારી આપી હતી 11 ઓગસ્ટના રોજ યવતમાલ જિલ્લામાં પોતાની કાર્યશાળામાં હેલિકોપ્ટરનું નિર્માણ કરી રહેલા યુવકના માથા પર બ્લેડ પડી જતાં મોત થયું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે મોડી રાત્રે મહાગાંવ (Mahagaon) તાલુકાના ફુલસાવંગી ગામમાં સર્જાઇ હતી, જ્યારે મિકેનિકલ શેખ ઇસ્માઇલ શેખ ઇબ્રાહિમ પોતાની કાર્યશાળામાં પોતાના હેલિકોપ્ટર (Helicopter) નું ટેસ્ટિંગ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ઇબ્રાહિમ ગત બે વર્ષથી પોતાના દમ પર હેલિકોપ્ટરનું નિર્માણ કરી રહ્યો હતો. 


અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક રિપોર્ટ અનુસાર ઇબ્રાહિમ મશીનનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેમાં ખામી સર્જાઇ હતી અને એક બ્લેડ તેના માથા પર પડી હતી. તેમણે જણાવ્યું કે પીડિતને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ (Hospital) લઇ જવામાં આવશે અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube