પાણીનો બગાડ કરતા લોકો આ સમાચાર જરૂર વાંચે, જરૂર થશે હૃદય પરિવર્તન
દેશના ઘણા રાજ્યોમાં પાણીની અછત સામે લોકો જઝુમી રહ્યા છે ત્યારે નીતિ પંચનો અહેવાલ તમારી આંખોનું પાણી પણ સુકવી નાખશે
નવી દિલ્હી : દેશનાં ઘણા રાજ્યો પાણીની અછત સામે જજુમી રહ્યા છે. બીજી તરફ નીતિ પંચ દ્વારા એક અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો છે જેમાં પાણી અંગે ચોકાવનારા ખુલાસાઓ થયા છે. નીતિ પંચ દ્વારા ગુરૂવારે બહાર પડાયેલા અહેવાલ અનુસાર દેશની 75 ટકા વસ્તી પીવાના પાણી માટે દરરોજ ખુબ જ ભટકવું પડે છે. રિપોર્ટમાં કહેવાયું કે આશરે 2 લાખ લોકો દર વર્ષે પીવાનું પાણી ઓછું હોવાનાં કારણે મોતને ભેટે છે.
122 દેશોમાં ભારત 120માં સ્થાન પર
નીતિ પંચે વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ અનુસાર દેશ ઇતિહાસના સૌથી મોટા જળ સંકટનો સામે જઝુમી રહ્યું છે. જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ નીતિ પંચનું વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડ્યું છે. જેમાં ઘટસ્ફોટ થયો છે કે આશરે 60 કરોડ લોકો પીવાના પાણી સામે જઝુમી રહ્યા છે. બીજી તરફ આશરે 75 ટકા ઘરોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા નથી. 84 ટકા ગ્રામીણ ઘરોમાં પાઇપલાઇન દ્વારા પાણી નથી મળતું. દેશમાં આશરે 70 ટકા પાણી પીવા લાયક નથી. પંચના રિપોર્ટ અનુસાર ગામમાં 84 ટકા વસ્તી યોગ્ય પાણીથી વંચિત છે. જે તેમને પાણી મળી રહ્યું છે તેમાંથી 70 ટકા પાણી દુષિત છે. વૈશ્વિક જળ ગુણવત્તા સુચકાંકના 122 દેશોમાં ભારત 120માં નંબર પર છે.
જળ સંકટમાંથી ઉગરવા માટે તૈયાર કરાશે એક્શન પ્લાન
કેન્દ્રીય મંત્રી નીતિક ગડકરીએ કહ્યું કે, દેશ હાલ ઇતિહાસનાં સૌથી મોટા જળ સંકટ સામે લડી રહ્યો છે. સાથે જ 60 કરોડથી વધારે વસ્તી પીવાના પાણીની અછત સામે લડી રહી છે. જો કે આ રિપોર્ટમાં તે વાત પણ સામે આવી છે કે દેશમાં પાણીની સૌથી સારામાં સારી વ્યવસ્થા ગુજરાતમાં થાય છે. નીતિ પંચની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, હું દિલ્હીના મુખ્યમંત્રી અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધનની સાથે ખાસ બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં દિલ્હી બે વર્ષની અંદર જળ અને વાયુ પ્રદૂષણથી મુક્ત કરવા માટેનું આયોજન કરવામાં આવશે.
કેપટાઉન જેવી પરિસ્થિતી સર્જાઇ શકે છે
નીતિ પંચના ઉપાધ્યક્ષે કહ્યું કે, દેશમાં પાણીની સ્થિતી સારી નથી. ગત્ત 70 વર્ષોમાં આ બાબતે કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. દર વર્ષે એટલો વરસાદ થાય છે કે પુર આવે છે પરંતુ આપણે તે પાણી સાચવવા અંગે ક્યારે પણ વિચાર્યું જ નથી. હવે સ્થિતી એવી થઇ ગઇ છે કે આ વિષયે ગંભીરતાથી ઉઠાવવો પડશે. જો આપણે પોતાનાં શહેરોને કેપટાઉન બનાવવા નથી માંગતા તો અત્યારથી જ વોટર મેનેજમેન્ટ કરવાનું ચાલુ કરવું પડશે.
આ રાજ્યોની પરિસ્થિતી સૌથી ખરાબ
નીતિ પંચ દ્વારા અપાયેલ રેંકિંગમાં કુલ 24 રાજ્યોના આંકડાઓ રજુ કરવામાં આવ્યા છે. જેમાં મોટા રાજ્યોની શ્રેણીમાં બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઝારખંડ અને ત્યાર બાદ ઉતરાખંડની પરિસ્થિતી સૌથી ખરાબ છે. જ્યારે પુર્વોત્તરમાં તથા હિમાલયી રાજ્યોમાં મેઘાલયનું પ્રદર્શન સૌથી ખરાબ છે. વર્ષ 2015-16ની તુલનામાં 2016-17માં સૌથી વધારે સુધારો રાજસ્થાન, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, ઝારખંડ, હરિયાણા અને ગુજરાતમાં જોવા મળ્યું છે.