મયુર નિકમ, બુલઢાણા: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મી મેના રોજ જાહેર થવાના છે. દેશ તો શું આખી દુનિયાની નજર આ પરિણામો પર છે. પરંતુ આ અગાઉ અનેક જ્યોતિષીઓ અને સેફોલોજિસ્ટ પોતાના અનુમાનના આધારે આગામી વડાપ્રધાન અંગે ભવિષ્યવાણી કરી રહ્યાં છે. આવી જ એક જાહેરાત મહારાષ્ટ્રના બુલઠાણા ભેંડવલાલ વિસ્તારની 300 વર્ષ જૂની પરંપરાના આધારે કરાઈ છે. પરંપરા મુજબ પાણીથી ભરેલા એક માટલાને જમીનની અંદર દબાવવામાં આવે છે. આ માટલા પર એક પાન અને તેના પર એક રૂપિયાનો સિક્કો તથા સોપારી રાખવામાં આવે છે. જો સોપારી આમ તેમ હલે તો દેશના વડાપ્રધાનની ખુરશી પર અન્ય વ્યક્તિ બિરાજમાન થશે. પરંતુ આ સોપારી તેની જગ્યા પર સ્થિર રહે તો જે વ્યક્તિ હાલ વડાપ્રધાન હોય તે જ વ્યક્તિ ફરીથી વડાપ્રધાન બનશે તેવું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશ: છઠ્ઠા તબક્કામાં આ 14 બેઠકો પર ભાજપ સામે મહાગઠબંધન મજબુત પડકાર


એવું કહેવાય છે કે આ વખતે સોપારી તેની જગ્યા પર સ્થિર રહી. એટલે કે મોદી એકવાર ફરીથી વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી કરાઈ છે. 


બુલઢાણાના ભેંડવલાલમાં આ પરંપરાના આધારે વિસ્તારમાં થનારા વરસાદ અને પાકનું પણ અનુમાન લગાવવામાં આવે છે. અહીં માટલાની આજુબાજુ દાળ, ચોખા, ઘંઉ, બટાકા, પાપડ જેવી વસ્તુઓને એક થી બે ફૂટના દાયરામાં ફેલાવી દેવાય છે. જો દાણા તેમની જગ્યા પર યથાવત રહે તો વરસાદ સારો અને પાક પણ સારો થશે એવું કહેવાય. પરંતુ જો દાણા આમ તેમ થયા તો બંને ખરાબ અને જો કોઈ દાણામાં અંકૂર ફૂટે તો પાક અને વરસાદ બંને ઠીક ઠીક થશે તેવું કહેવાય. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...