અયોધ્યામાં બનેલા રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના બાળ સ્વરૂપ મૂર્તિ સ્થાપવામાં આવી. તેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ. જેમાં રામલલ્લાની આંખો પર પાટા બાંધ્યા હતા, જેને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હટાવવામાં આવશે. પરંતુ શુક્રવારે સાંજ થતા સુધીમાં તો રામલલ્લાના આ સ્વરૂપવાળી મૂર્તિની કેટલીક તસવીરો વાયરલ થઈ જેમાં આંખો પરથી પટ્ટા હટાવી દેવાયા હતા અને આખો ચહેરો દેખાઈ રહ્યો હતો. આવામાં એ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આંખે પાટાવાળો ફોટો અસલ છે કે પછી પાટાવાળો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેને લઈને હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના કહેવું છે કે "ભગવાન શ્રીરામની પ્રતિમા વિશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામની મૂર્તિની આંખો દેખાડી શકાય નહીં. જે મૂર્તિમાં ભગવાન રામની આંખો જોઈ શકાય છે તે સાચી મૂર્તિ ન હોઈ શકે. જો આંખો જોઈ શકાતી હોય તો કોણે તે સાર્વજનિક કરી અને પ્રતિમાની તસવીરો વાયરલ કેવી રીતે થઈ તે અંગે તપાસ થવી જોઈએ."



અત્રે જણાવવાનું કે રામલલ્લાના બાળસ્વરૂપની મૂર્તિની કેટલીક તસવીરો શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ. અનેક વીઆઈપી હસ્તીઓ દ્વારા તેને શેર પણ કરાઈ.


રામલલ્લાની મૂર્તિની ખાસ વાતો
અત્રે જણાવવાનું કે રામલલ્લાની આ મૂર્તિ 51 ઈંચની છે. ભક્તોને આ મૂર્તિના દર્શન લગભગ 35 ફૂટ  દૂરથી જ કરવા મળશે. મૂર્તની ઊંચાઈ 51 ઈંચ છે અને તેનું વજન લગભગ દોઢ ટન છે. આ આખી મૂર્તિ પથ્થરની છે. મૂર્તિ બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે જો તેને જળ કે દૂધથી સ્નાન કરાવવામાં આવે તો પણ તે પથ્થર પર કોઈ પ્રભાવ ન પડે. એટલું જ નહીં જો તેને પાણી પીવડાવવામાં  આવે તો પણ તેને કોઈ નુકસાન ન થાય.