નવી દિલ્હીઃ JNU છાત્રસંઘની પૂર્વ ઉપાધ્યક્ષ અને મુસ્લિમ એક્ટિવિસ્ટ શેહલા રશીદે કાશ્મીરમાંધી આર્ટિકલ 370 હટવાને લઈને પીએમ મોદીની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે આર્ટિકલ-370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતો અને તેનાથી કાશ્મીરમાં શાંતિ થઈ છે. કાશ્મીરને લઈને રશીદે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે કાશ્મીર ગાઝા નથી. તેણે કાશ્મીરમાં પરિવર્તનનો શ્રેય પીએમ મોદી અને અમિત શાહને આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'સરકારે કાશ્મીર મામલામાં શોધ્યું સમાધાન'
છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓકનારી એક્ટિવિસ્ટ શેહલા રશીદે મોદી સરકારની પ્રશંસા ન્યૂઝ એજન્સી ANI ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કરી છે. તેણે કહ્યું કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આ વાત સાતી છે કે અહીં મોબ લિન્ચિંગના કેટલાક મામલા સામે આવ્યા. મુસલમાનો વિરુદ્ધ કેટલીક ખોટી નિવેદનબાજી પણ થઈ, એક મુસ્લિમના રૂપમાં તેનાથી તરલીફ થઈ. પરંતુ આ બધામાં ઘણા વર્ષો જતા રહ્યાં. કાશ્મીરના મામલામાં સરકારે સમાધાન શોધ્યું છે. 


આર્ટિગક-370 હટવાથી સારા પરિણામ આવ્યા
જ્યારે રશીદને સવાલ પૂછવામાં આવ્યો કે 370 હટાવવા સમયે પાકિસ્તાની નેરેટિવ ચલાવવામાં આવ્યો? તેના જવાબમાં તેણે કહ્યું કે જ્યારે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો, ત્યારે અમે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ ન ગયા, ન આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ ગયા.. અમે તો ભારતની સુપ્રીમ કોર્ટમાં ગયા. જ્યારે મેં મારી અરજી પરત લીધો, અમને તે વાતનો અનુભવ થઈ ગયો કે આર્ટિકલ 370 હટાવવાના વિરોધનો કોઈ મતલબ નથી. આર્ટિકલ 370 હટાવવાના સારા પરિણામ આવ્યા છે. તેણે કહ્યું કે હું તે ઈચ્છુ છું કે લોકોને સારૂ જીવન મળે, અધિકાર મળે. સરકારે લોકોને તેના અધિકાર અપાવ્યા છે. 


કાશ્મીર ગાઝા નથી
રાશીદે કહ્યું કે આજે કાશ્મીરને જોતા ખુશીનો અનુભવ થાય છે. કાશ્મીરમાં હિંસા રોકવા માટે મોટા ફેરફારની જરૂરીયાત હતી. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ કરીને દેખાડ્યું તે પણ કોઈ સંઘર્ષ કે હિંસા વગર. કાશ્મીર ગાઝા નથી, અહીં લોકો માત્ર વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા. રશીદે કાશ્મીરને પરત રાજ્યનો દરજ્જો અપવવાને લઈને પણ પોતાની વાત રાખી છે. તેણે કહ્યું કે જે દિવસે JKNC અને ભાજપમાં મિત્રતા થઈ જશે તે દિવસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળી જશે. આ બંને આપસમાં જેટલી જલ્દી દોસ્તી કરી સરકાર બનાવી લેશે એટલો જલ્દી રાજ્યનો દરજ્જો મળી જશે. 


પહેલા પણ કરી ચૂકી છે મોદી સરકારની પ્રશંસા
શેહલા રશીદ એક સમયે મોદી સરકારની ઘોર આલોચક રહી છે. જેએનયૂમાં વિદ્યાર્થી રાજનીતિ દરમિયાન તેણે સરકારની નીતિઓનો જોરદાર વિરોધ કર્યો હતો. તેણે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને પરત લઈ લીધી હતી. છેલ્લા કેટલાક દિવસોથી રશીદના સ્વર બદલાય ગયા છે. આ પહેલા 15 ઓગસ્ટે પણ તેણે કહ્યું હતું કે કાશ્મીરમાં માનવાધિકાર રેકોર્ડ સતત સુધરી રહ્યો છે. સરકારે એક પ્રયાસમાં કાશ્મીરીઓની ઓળખના સંકટને ખતમ કરી દીધુ. કાશ્મીરની નવી પેઢીએ હવે સંઘર્ષના માહોલમાં મોટુ થવું પડશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube