નવી દિલ્લીઃ સાઉથના સુપરસ્ટાર આર.માધવનને લાગી લોટરી. ભારત સરકારે આપ્યું બહુ મોટું પદ. અભિનેતા આર માધવન FTIIના નવા અધ્યક્ષ બનશે. તેમને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)ની ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ અને અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હાલમાં જ આર માધવનની ફિલ્મ 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ'ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જાહેરાત કરી-
પોતાના ટ્વીટમાં અનુરાગ ઠાકુરે લખ્યું, 'આર માધવનને FTII અને ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ તરીકે નામાંકિત થવા પર હાર્દિક અભિનંદન. મને ખાતરી છે કે તમારો બહોળો અનુભવ અને મજબૂત નીતિશાસ્ત્ર આ સંસ્થાને સમૃદ્ધ બનાવશે, સકારાત્મક ફેરફારો લાવશે અને તેને ઉચ્ચ સ્તરે લઈ જશે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.'