નવી દિલ્હી: હોલીવુડ એક્ટર્સ જોની ડેપ અને એંબર હર્ડ જેવો હાઇપ્રોફાઇલ કેસ ભારતમાં પણ સામે આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ઉડિયા અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિનીની, જે હાલ પતિ સાથે ખટરાગના કારણે ચર્ચામાં છે. વર્ષા પ્રિયદર્શિની લોકસભા સાંસદ અનુભવ મોહંતીની પત્ની છે અને બંને વચ્ચે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને એકબીજા પર તમામ ગંભીર આરોપ લગાવ્યા છે. અનુભવે અભિનેત્રી પત્ની વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ લખી છે, જેમાં તેમણે વર્ષા પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીજી તરફ વર્ષાએ સાંસદ પતિ અનુભવ પર ઘરેલૂ હિંસા અને એકસ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. 


આ દરમિયાન કટક સદર એસડીજીમ કોર્ટે વર્ષાને બે મહિનાની અંદર પતિનું ઘર ખાલી કરવા માટે કહ્યું છે. તો બીજી તરફ સાંસદ અનુભવને પણ વર્ષાની આર્થિક મદદ માટે તેમને દર મહિને 30 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. બંનેના છુટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે પતિ પર એકસ્ટ્રા મેરિટલ અફેયરનો આરોપ લગાવતાં 15 કરોડ રૂપિયાની માંગ કરી છે. 


સોશિયલ મીડિયા પર મોહંતી સતત પત્ની વિરૂદ્ધ લખી રહ્યા છે. તેમનું કહેવું છે કે દરરોજની લડાઇના કારણે બંને વચ્ચે 8 વર્ષથી શારીરિક સંબંધ પણ બન્યા નથી. મોહંતીનું માનીએ તો વર્ષાના કારણે તેમના પરિવારને ખૂબ મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. એટલું જ નહી તેનાથી તેમના રાજકારણ પર પણ ખરાબ અસર પડી છે. 


શું છે મામલો?
સાંસદ અનુભવ મોહંતી અને અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિનીએ વર્ષ 2014 માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. વર્ષ 2016 માં અનુભવે આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમનું વૈવાહિક જીવન યોગ્ય રીતે ચાલી રહ્યું નથી, કારણ કે વર્ષા તેમની સાથે શારીરિક સંબંધ બનાવવાની ના પાડે છે. 


તો બીજી તરફ પતિના આરોપો પર વર્ષાનું કહેવું હતું કે તેમને મા બનવાના અધિકારથી વંચિત રાખવામાં આવી. તેમનું કહેવું હતું કે પતિ દારૂ પીવે છે અને અન્ય મહિલાઓ સાથે તેમના સંબંધ છે. વર્ષ 2022 માં વર્ષાએ મોહંતી સાથે છુટાછેડા માટે અરજી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube