વેક્સિન ઉત્પાદન પર થયેલા વિવાદ બાદ અદાર પૂનાવાલાએ જાહેર કર્યુ નિવેદન, કહી આ વાત
કોરોનાની વેક્સિન Covishield બનાવી રહેલી પુણેની કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) ના સીઈઓ અદાર પૂનાવાલાના હાલના નિવેદનથી વિવાદ પેદા થયો હતો. આ વિશે તેમણે સફાઈ આપી છે. જાણો શું બોલ્યા પૂનાવાલા..
નવી દિલ્હીઃ કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ (Covishield) બનાવી રહેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) ના સીઈઓ અદાર પૂનાવાલાએ (Adar Poonawala) તેમના હાલના નિવેદનોથી ઊભા થયેલા વિવાદ પર સફાઈ આપી છે. હાલમાં બ્રિટનમાં રહેલા પૂનાવાલાએ એક નિવેદનમાં કહ્યુ કે, સંભવ છે કે તેમના નિવેદનોને અલગ રીતે રૂજ કરવામાં આવ્યુ છે. તેમણે સાથે કહ્યુ કે, આપણે કોરોના વિરુદ્ધ ભારતના જંગને મજબૂત કરવા વધુ મહેનત કરીશું.
આ પહેલા ફાઇનાન્શિયલ ટાઇમ્સ પ્રમાણે પૂનાવાલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, તેમણે વેક્સિનના પ્રોડક્શનની ક્ષમતા એટલા માટે વધારી નથી, કારણ કે તેમને ઓર્ડર ઓછા મળી રહ્યા છે. તેમણે ચેતવતા કહ્યુ હતું કે, જુલાઈ સુધી વેક્સિનની કમી રહેશે. તેમણે કહ્યું કે, તેમની પાસે ઓર્ડર આવતા નહતા અને તેમણે વિચાર્યુ પણ નહતુ કે તેમને એક વર્ષમાં 1 અબજથી વધુ ડોઝ બનાવવા પડશે. અખબારે પૂનાવાલાને કોટ કરતા કહ્યુ, જ્યારે જાન્યુઆરીમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા તો સરકારે તેમને હળવાશથી લેવાનું શરૂ કરી દીધુ હતું.
Corona દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોય તો સાવધાન! ડો. ગુલેરિયાએ કહ્યુ- થઈ શકે છે કેન્સર
સીરમના સીઈઓએ કહ્યું કે, અત્યાર સુધી અમને 26 કરોડ ડોઝનો ઓર્ડર મળ્યો છે, જેમાંથી 15 કરોડથી વધુ ડોઝની સપ્લાઈ થઈ ચુકી છે. અમે આગામી કેટલાક મહિનામાં સરકારને 11 કરોડ ડોઝ વેક્સિન આપવાની છે, તે માટે અમને 100 ટકા એડવાન્સના રૂપમાં 1732.50 કરોડ રૂપિયા મળી ચુક્યા છે. આગામી મહિનામાં ખાનગી હોસ્પિટલો અને રાજ્યોને 11 કરોડ ડોઝ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બધા ઈચ્છે છે કે જલદીમાં જલદી વેક્સિન મળે. અમારો પણ તે પ્રયાસ છે અને અમે તેને હાસિલ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે કોરોના વિરુદ્ધ ભારતની જંગને મજબૂત કરવા માટે વધુ મહેનત કરીશું.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube