મેરઠ: વિવાદિત VIDEO પર SP સિટીની સ્પષ્ટતા, `અમને જોઈને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યાં`
નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ના વિરોધમાં મેરઠ (Meerut )માં 20 ડિસેમ્બરે થયેલી હિંસા દરમિયાન એસપી સિટીના વિવાદાસ્પદ વીડિઓ પર યુપીના એડીજી પ્રશાંતકુમારે સ્પષ્ટતા કરી છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં મેરઠના એસપી અખિલેશ નારાયણનો એક વીડિઓ વાઈરલ થયો હતો. જેમાં એસપી સિટી કેટલાક લોકોને પાકિસ્તાન જવાની વાત કરતા જોવા મળ્યાં હતાં.
લખનઉ: નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ના વિરોધમાં મેરઠ (Meerut )માં 20 ડિસેમ્બરે થયેલી હિંસા દરમિયાન એસપી સિટીના વિવાદાસ્પદ વીડિઓ પર યુપીના એડીજી પ્રશાંતકુમારે સ્પષ્ટતા કરી છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં મેરઠના એસપી અખિલેશ નારાયણનો એક વીડિઓ વાઈરલ થયો હતો. જેમાં એસપી સિટી કેટલાક લોકોને પાકિસ્તાન જવાની વાત કરતા જોવા મળ્યાં હતાં. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટથી એક વીડિઓ શેર કર્યો છે.
CAA-NRC વિરુદ્ધ દિલ્હી-મુંબઈ, જયપુર સહિત અનેક શહેરોમાં કોંગ્રેસની કૂચ
વાઈરલ વીડિઓ પર મેરઠના એસપી અખિલેશ નારાયણ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે "અમને જોઈને કેટલાક છોકરાઓએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યાં અને ભાગવા લાગ્યા હતાં. મેં જ્યારે તેમને કહ્યું કે તમે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યાં છો અને ભારતને આટલી નફરત કરો છો કે પથ્થર ફેંકો છો તો પાકિસ્તાન જતા રહ્યાં હોત તો. તેમની ઓળખ કરવામાં આવી રહી છે."
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube