નવી દિલ્હીઃ નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ (NRC) પર પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનોમાં વિરોધાભાસનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તે ગેરમાર્ગે દોરવાના માસ્ટર છે. ચૌધરીએ પીએમ મોદી અને શાહને રામૂ અને શ્યામૂ સંબોધિત કરતા કહ્યું કે, તે શું કરે છે અને શું નહીં, તેના પર આપણે ધ્યાન આપવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એનઆરસીના મુદ્દા પર ચૌધરીએ પીએમ અને ગૃહપ્રધાનને ઘુષણખોર ગણાવ્યા હતા, જેને લઈને તેઓ વિવાદમાં આવ્યા અને સંસદમાં ખુબ હંગામો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધીર રંજન ચૌધરીએ બુધવારે કહ્યું, 'મોદીજી તે રીતે વાત કરે છે જેમ તેમણે ક્યારેય એનઆરસી વિશે સાંભળ્યું નથી, પરંતુ તેમના ગૃહપ્રધાને સંસદમાં કહ્યું કે, NRC દેશભરમાં લાગૂ થશે.' આ રામૂ અને શ્યામૂ શું કહે થે, તેના પર ધ્યાન આપવું પડશે, કારણ કે આ ગેરમાર્ગે દોરવાના માસ્ટર છે. મત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે NRC પર સરકારમાં કોઈ ચર્ચા નથી, પરંતુ ગૃહપ્રધાનના ઘણા વીડિઓ સામે આવ્યા ચે, જેમાં તે દેશભરમાં એનઆરસી લાગૂ કરવાની વાત કહેતા જોવા મળી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....