કોલકત્તાઃ કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જી 23માં સામેલ વરિષ્ઠ નેતા આનંદ શર્મા (Anand Sharma) એ પશ્ચિમ બંગાળ ચૂંટણી (West Bengal Election) માટે ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ (ISF) થી ગઠબંધન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આઈએસએફ અને આવા અન્ય દળોની સાથે કોંગ્રેસનું ગઠબંધન પાર્ટીની મૂળ વિચારધારા, ગાંધીવાદ અને નેહરૂવાદી ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ છે, જે કોંગ્રેસ પાર્ટીની આત્મા છે.આ મુદ્દા પર કોંગ્રેસ કાર્યસમિતિમાં ચર્ચા થવાની જરૂર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શર્માએ તે પણ કહ્યુ કે, તેને લઈને પશ્ચિમ બંગાળના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીનું સમર્થન શરમજનક છે. તો અધીર રંજન ચૌધરીએ તેના પર જવાબ આપતા કહ્યુ કે, આ ગઠબંધન પાર્ટી નેતૃત્વની મંજૂરીથી થયું છે. 


G-23 માં સામેલ નેતા પૃથ્વીરાજ ચવ્હાણને સોનિયા ગાંધીએ સોંપી મહત્વની જવાબદારી

31 ટકા મુસ્લિમ મતો પર કોંગ્રેસની નજર
પશ્ચિમ બંગાળની 31 ટકા મુસ્લિમ વસ્તી પર ફુરફુરા શરીફ દરગાહનો વિશેષ પ્રભાવ છે. કોંગ્રેસની રણનીતિ છે કે આઈએસએફને સાથે લઈને મુસ્લિમ મતોને પોતાના પક્ષમાં કરવામાં આવે જેથી રાજ્યમાં તેની સીટો વધી શકે. કોંગ્રેસ વામ મોર્ચા ગઠબંધનમાં આઈએસએફ સિવાય એનસીપી અને આરએલડી પણ સામેલ છે. ગઠબંધનમાં સામેલ તમામ પાર્ટીઓ વચ્ચે સીટ વહેચણી મુદ્દે વાતચીત ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube