Aditya L1 એ લીધી જબરદસ્ત સેલ્ફી, પછી પાડ્યો પૃથ્વી અને ચંદ્રમાનો સુંદર Photo
Aditya L 1 Mission Latest Picture: ઈસરોએ આદિત્ય એલ1 મિશનની લેટેસ્ટ તસવીર શેર કરી છે જેમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે તેને ધરતીથી 15 લાખ કિમીના અંતરે સ્થાપિત કરવાનો છે.
Aditya L 1 Mission: ધગધગતા સૂરજના રહસ્યોને ઉજાગર કરવા માટે આદિત્ય એલ1 પોતાના સફર પર છે. લગભગ ચાર મહિના બાદ સૂર્ય અને પૃથ્વીના અક્ષ પર સ્થિત એલ1 પોઈન્ટ પર તેને સ્થાપિત કરવામાં આવશે. હાલ બીજી છલાંગમાં તે 282 કિમી X 40225 કિમીના અંતર પર તે ચક્કર મારી રહ્યું છે. ત્રીજી છલાંગમાં તેને વધુ ઊંચાઈ પર પહોંચાડવામાં આવશે. આ બધા વચ્ચે આદિત્ય એલ1 એ કેટલીક તસવીરો મોકલી છે જેમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે.
આદિત્યએ લીધી સેલ્ફી
આદિત્ય એલ1એ મોકલેલી તસવીરમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. જેમાં ચંદ્ર એક નાનકડાં પોઈન્ટ તરીકે દેખાય છે. ઈસરોએ ટ્વીટમાં લખ્યું છે કે સૂરજની સફર પર નીકળેલા આદિત્ય એલ1એ ધતી અને ચંદ્રમાની સેલ્ફી લીધી છે. આ સેલ્ફીથી તમે અંદાજો લગાવી શકો છો કે આદિત્ય એલ1 મિશન ધીરે ધીરે પોતાની સફર પર આગળ વધી રહ્યું છે. આદિત્ય એલ1ને ધરતીથી લગભગ 15 લાખ કિમી દૂર એલ1 પોઈન્ટ પર સ્થાપિત કરવાનો છે. આ મિશન ખુબ જ મહત્વપૂર્ણ જણાવવામાં આવી રહ્યું છે. તેમાં કુલ સાત પેલોડ્સ લગાવવામાં આવ્યા છે. જેમાંથી ચાર સૂરજના કિરણોનો અભ્યાસ કરશે અને ત્રણ પેલોડ્સ દ્વારા એલ1 પોઈન્ટની ચારેબાજુ વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube