Aditya-L1 Mission: સૂર્યનું રિસર્ચ કરનાર પ્રથમ સ્પેસ બેસ્ડ ઇન્ડીયન ઓબ્ઝર્વેટરી સંબંધિત ભારતના સૂર્ય મિશન આદિત્ય-એલ વન (Aditya-L1), સૂર્યનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે (28 ઓગસ્ટ) આ માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસરો જણાવ્યું હતું કે મિશનને શ્રીહરિકોટાથી ભારતીય સમયાનુસાર સવારે 11:50 વાગે લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ આ મિશનના લોન્ચને જોવા માટે જનતાને પણ આમંત્રિત કરી છે. 



તેનું લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી જોઈ શકાય છે. આ માટે લોકોએ વેબસાઈટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વેબસાઇટની લિંક ઉપલબ્ધ છે, અને એ પણ કહ્યું છે કે રજિસ્ટ્રેશનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.


આદિત્ય-એલ1નો ઉદ્દેશ્ય શું છે?
આ અવકાશયાન સૂર્યના બાહ્ય સ્તરો (કોરોના) ના અવલોકન માટે અને સૂર્ય-પૃથ્વી લેગ્રેન્જ પોઈન્ટ (L1) પર સૌર પવનના સીટુ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L1 પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે. સૂર્યનું અવલોકન કરનાર આ પ્રથમ ભારતીય અવકાશ મિશન હશે. આદિત્ય-L1 મિશનનો ધ્યેય L1ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે.


આદિત્ય એલ-1 સાત પેલોડ લઇને જશે, જે અલગ અલગ વેવ બેંડમાં ફોટોસ્ફીયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફીયર (સૂર્યની દેખાતી સપાટીથી ઠીક ઉપરની સપાટી) અને સૂર્યની સૌથી બહારની સપાટી (કોરોના)નું અવલોકન કરવામાં મદદ કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના અનુસાર ઇસરોના એક અધિકારીએ જણાવ્યું કે આદિત્ય એલ 1 સંપૂર્ણપણે સ્વદેશી પ્રયત્ન છે. જેમાં રાષ્ટ્રીય સંસ્થાની કોઇ ભાગીદારી છે. 


સૂર્યને ગ્રહણ વગર જોવાનો ફાયદો મળશે
ઈસરોના જણાવ્યા અનુસાર, સ્પેસક્રાફ્ટને સૂર્ય-પૃથ્વી લેગ્રેન્જ પોઈન્ટની L1 પ્રભામંડળ ભ્રમણકક્ષાની નજીક મૂકવાની યોજના છે. L1 બિંદુની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલો ઉપગ્રહ કોઈપણ ગ્રહણ વિના સતત સૂર્યનું અવલોકન કરવાનો મોટો ફાયદો આપી શકે છે. આ સાથે, સૌર ગતિવિધિઓ અને અવકાશના હવામાન પર તેની અસર વાસ્તવિક સમયમાં શોધી શકાય છે.