નવી દિલ્હીઃ ISRO Solar Mission: ભારતના સૂર્યમિશનને લઈને ઈસરોએ શનિવાર (30 સપ્ટેમ્બર) એ મોટી જાણકારી આપી છે. ઈસરોએ એક્સ પર જણાવ્યું કે આદિત્ય-એલ1 મિશન હેઠળ મોકલવામાં આવેલું અંતરિક્ષ યાન પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રથી સફળતાપૂર્વક નિકળી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપી ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસરોએ આદિત્ય-એલ1 મિશનની જાણકારી આપતા કહ્યું કે હવે આ યાન સન-અર્થ લેંગ્વેજ પોઈન્ટ 1 (એલ1) ની તરફ પોતાનો રસ્તો શોધી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈસરોએ કહ્યું કે આ બીજીવાર છે, જ્યારે ઈસરો કોઈ અંતરિક્ષ યાનને પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રની બહાર મોકલી શક્યું. પ્રથમવાર આ મંગળ ઓર્બિટર મિશન દરમિયાન કરવામાં આવ્યું હતું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube