વ્યાભિચાર મુદ્દે માત્ર પુરૂષોને સજા જ શા માટે: સુપ્રીમની મોટી ટીપ્પણી
સુપ્રીમ કોર્ટે વ્યાભિચારના પ્રાવધાનોને રદ્દ કરવાની માંગ કરતી અરજી અંગે સુનવણી કરી હતી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC)માં વ્યાભિચાર (એલ્ટરી)ના પ્રાવધાનને રદ્દ કરવાની માંગ કરનારી અરજી અંગે ગુરૂવારે (02 ઓગષ્ટ) સુનવણી કરી હતી. સુપ્રીમે લગ્નની પવિત્ર અવધારણાનો સ્વિકાર કર્યો પરંતુ સાથેસાથે ટકોર પણ કરી કે, વ્યાભિચાર સંબંધિત ગુનાઓ પહેલી નજરમાં સમતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે આ પ્રાવધાનને મનઘડંત ગણાવતા કહ્યું કે, પતિની સંમતી વગર મહિલા બીજા વિવાહિત વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવે છે તો તે વ્યાભિચાર નથી. કોર્ટ કેન્દ્રના આ કથન સાથે સંમત નથી કે વ્યાભિચાર સંબંધિત ભારીય દંડ સંહિતાની કલમ 497નોઇરાદો વિવાહની પવિત્રતા જાળવી રાખવાનો છે.
અરજીમાં વ્યાભિચાર સાથે જોડાયેલા પ્રાવધાનોને તે આધારે નિરસ્ત કરવાની માંગ કરવામાં આવી છે કે વિવાહિત મહિલાની સાથે લગ્નેતર સંબંધ રાખવા માટે માત્ર પુરૂષોને દંડિત કરવામાં આવે છે. સુનવણી દરમિયાન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાનીઅધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની સંવિધાન પીઠે કહ્યું કે, તેઓ મહિલાઓ માટે પણ તેને ગુનો બનાવવાના કાયદાને નહી સ્પર્શે. અમે તે વાતની તપાસ કરી શું કે શું અનુચ્છેદ 14 (સમાનતાનો હક) આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 497 ગુનાની શ્રેણીમાં રહેવું જોઇએ. સંવિધાન પીઠમાં ન્યાયમૂર્તિ આરએફ નરીમાન, ન્યાયમૂર્તિ એએમ ખાનવિલ્કર અને ન્યાયમૂર્તિ ઇંદુ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે.
શું કહે છે આઇપીસીની કલમ 497
આઇપીસીની કલમ 497 હેઠળ જો કોઇ એવી મહિલા, જે કોઇ અન્ય પુરૂષની પત્ની છે અને તે પોતાની પતિની સહમતી કે ઉપેક્ષા વગર અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધ બનાવે છે તો તે બળાત્કારની શ્રેણીમાં નથી આવતું, તે વ્યાભિચારના ગુનાનો દોષીત ઠરશે અને તેને કોઇ એક સમય માટે કારાવારની સજા જેમાં 5 વર્ષ સુધીનો વધારો કરી શકાય અથવા આર્થિક દંડ અથવા બંન્ને દ્વારા દંડિત કરવામાં આવશે. એવા કિસ્સામાં પત્ની દુષ્પ્રેકર તરીકે દંડનીય નહી બને.
7 જજની પીઠને કેસ સોંપવાની માંગ ફગાવાઇ
સંક્ષીપ્ત સુનવણી દરમિયાન કોર્ટે આ મુદ્દે 7 ન્યાયાધીશોની પીઠને સોંપવાના સોલિસીટર જનરલ પિંકીઆનંદની માંગ ફગાવી દીધી હતી. પીઠે કહ્યું કે, આ મુદ્દે 5 ન્યાયાધીશોની પીઠે આ મુદ્દે 1954માં વિચાર કર્યો હતો તેનાથી બિલ્કુલ અલગ છે. પીઠે કહ્યું કે, 5 ન્યાયાધીશોની પીઠે 1954માં આ મુદ્દે વિચાર કર્યો હતો કે શું કોઇ મહિલાને દુષ્પ્રેકર માનવામાં આવી શકે છે. હાલની અરજી તેનાથી બિલ્કુલ અલગ છે.
વ્યાભિચાર છુટાછેડાનો પણ આધાર છે-કોર્ટ
પીઠે કહ્યું કે, વ્યાભિચાર છુટાછેડાનો પણ આધાર છે. તેના માટે અલગ અલગ કાયદાઓમાં દિવાની ઉપચાર પણ ઉપલબ્ધ છ. માટે તે મુદ્દે તપાસ થશે કે શું વ્યાભિચાર માટેના પ્રાવધાન ગુનાની શ્રેણીમાં રહેવા જોઇએ. અત્હે ઉલ્લેખનીય છે કે, અરજીકર્તા દ્વારા કલમ 487 અને સીઆરપીસીની કલમ 198(2)ને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે.