નવી દિલ્લી: દરેક વ્યક્તિ ફરવાના શોખીન હોય છે. કેટલાંક લોકોને શાંત જગ્યા પર જવાનું પસંદ હોય છે તો કેટલાંક લોકોને એડવેન્ચરથી ભરપૂર જગ્યા પર જવાનું પસંદ હોય છે. દેશમાં અનેક એવી જગ્યાઓ છે જે એડવેન્ચરથી ભરપૂર ટ્રેકિંગ માટે જાણીતા છે. સામાન્ય રીતે ટ્રેકિંગ માટે સૌથી ઉત્તમ સમય વરસાદની સિઝન હોય છે. તે સિવાય તમે દરેક સિઝનમાં ટ્રેકિંગની મજા માણી શકો છો. જો તમે રોચાંચકારી અનુભવોના સાક્ષી બનવા માગો છો અને ફરવાનું પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યા પર જઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. રાજમાચી:
રાજમાચી એક કિલ્લો છે જે લોનાવાલાની નજીક છે. અહીંયાથી તમે સહ્યાદ્રી સીમા અને શિરોટા ધોધને જોઈ શકો છો. રાજમાચી પર ટ્રેકિંગ કરવું અત્યંત સરળ હોય છે. અને કિલ્લાના શિખર પર પહોંચવા માટે માત્ર 40 મિનિટ જ લાગે છે. તેના માટે બે ગુફાઓ છે.



2. વિસાપૂર:
પુણેના વિસાપૂરનું અંતર 78 કિલોમીટર છે. આ કિલ્લાના શિખર પર પહોંચવા માટે લોહગઢનો રસ્તો થોડો મુશ્કેલ છે. વિસાપૂર કિલ્લાના શિખર પર અનેક વોટરફોલ્સ છે. વરસાદના સિઝનમાં આ જગ્યા અત્યંત ખૂબસૂરત લાગે છે. આ શિખરની નજીક જળ સ્ત્રોત  છે. ત્યાંથી પુણે-મુંબઈ રાષ્ટ્રીય રાજમાર્ગનું દ્રશ્ય જોવાલાયક છે.



3. હરીશચંદ્રગઢ:
પુણેથી હરીશચંદ્રગઢનું અંતર 118 કિલોમીટર છે. તે માત્ર કિલ્લો જ છે પરંતુ તે જંગલમાં આવેલો છે. પાંચ અલગ-અલગ રસ્તા પરથી કિલ્લાના શિખર પર પહોંચી શકાય છે. કિલ્લાના શિખર પર પહોંચવામાં ઘણો સમય લાગે છે. આ કિલ્લાના શિખર પરથી સૂર્યાસ્ત થતો નિહાળવો અવિસ્મરણીય છે.



4. રાજગઢ:
ઈતિહાસકારોનું માનીએ તો એક સમયે મરાઠા સામ્રાજ્યની રાજધાની રાજગઢ હતી. તે પુણેથી 50 કિલોમીટરના અંતરે છે. વરસાદના દિવસોમાં રાજગઢ કિલ્લા પર ટ્રેકિંગ કરવું કોઈ એડવેન્ચરથી ઓછું નથી. પાણી કુંડ અને બાલેકિલ્લા બંને કિલ્લાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube