ગરમીથી રાહત આપતું એસી તબિયતની લગાડી શકે છે વાટ
છેલ્લા કેટલાક સમયથી એસી જીવનશૈલીનો મહત્વનો હિસ્સો બની ગયું છે
નવી દિલ્હી : હાલમાં આખા દેશમાં ઉનાળો ભારે આકરો થઈ ગયો છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે એર કન્ડિશન હવે લક્ઝરી નહીં પણ જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે. જોકે નિયમિત રીતે લાંબો સમય સુધી એસીમાં રહેવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચે છે અને એના કારણે અમુક સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે.
મોદીજીને ગળે લગાવનાર ટ્રમ્પે હવે ભારતને આપી દીધી મોટી ધમકી
ડિહાઇડ્રેશન :
જ્યારે વ્યક્તિ એસીવાળા રૂમમાં બેસે છે ત્યારે તેને ડિહાઇડ્રેશનની સમસ્યા જરૂર થાય છે. એર કન્ડિશન રૂમને ઠંડો અને સૂકો બનાવે છે. ઉપરાંત રૂમ ઠંડો હોવાને કારણે વારંવાર પાણી પીવાની પણ જરૂર પડતી નથી. આ સંજોગોમાં શરીરમાં ઓછું પાણી જવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા ઉભી થઈ શકે છે.
માથાનો દુખાવો :
એસી રૂમમાં બેસવાથી માથાનો દુખાવો થઇ શકે છે. જેથી માઇગ્રેન થવાની પણ શક્યતા રહે છે. ડિહાઇડ્રેશન અને વધુ પડતી ઠંડીને કારણે માથાનો દુખાનો કાયમ માટે તમારી જીવનશૈલીનો ભાગ બની શકે છે.
ડ્રાઇ સ્કિન :
લાંબા સમય સુધી એર કન્ડિશનમાં બેસવાથી તમારી ત્વચા પણ સૂકી થઇ શકે છે. એર કન્ડિશન રૂમમાં હોવાથી ભેજ શોષાઇ જાય છે. એસી તમારી ચામડીમાં રહેલો ભેજ પણ શોષી લે છે અને આ કારણે ચામડીને લગતા રોગોની સમસ્યા થઇ શકે છે.
એલર્જી :
એર કન્ડિશનનો ઉપયોગ જો નિયમિત રીતે લાંબા સમય માટે કરવાનો હોય તો એની નિયમિત સફાઈ બહુ જરૂરી છે. જો એર કન્ડિશનને નિયમિત રીતે સાફ ના કરવામાં આવે તો વ્યક્તિ એલર્જીનો ભોગ બની શકે છે. એસીને કારણે ચામડીમાં સંક્રમણ, એલર્જી, ડ્રાઇનેસ, ચામડી લાલ થઇ જવી અને ખંજવાળ જેની સમસ્યાઓ થઈ શકે છે.
થાક લાગવો :
એસી ઓફિસમાં કામ કરનાર કર્મચારીઓમાં ઓફિસ અવર્સ પછી થાક લાગવો અને માથાના દુખાવા જેવી ફરિયાદ સતાવતી હોય છે. આ ઉપરાંત તેમને શ્વાસ સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. લાંબો સમય એસીમાં રહેવાથી શરદી, ઉધરસ તેમજ તાવ આવવા જેવી સમસ્યા પણ થઇ શકે છે.