નવી દિલ્હી : તેલંગાણા સરકારે પોતાનાં બે પ્રિંટ જાહેરાતોમાં એક જ મહિલાનું ચિત્ર છાપ્યું છે. જો કે બંન્ને જાહેરાતોમાં મહિલાનાં પતિ અલગ-અલગ છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેલંગાણા સરકારની ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે. આ પોસ્ટર વાઇરલ થયા બાદ સરકાર શરમજનક પરિસ્થિતીમાં મુકાઇ છે. સરકારે હવે જાહેરાત તૈયાર કરનારી એડ એજન્સી પાસે સ્પષ્ટીકરણની માંગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાહેરાતો પર ઉઠ્યા સવાલ
પહેલી જાહેરાત તેલુગુ સમાચાર પત્રોમાં છપાઇ હતી. સરકારની નવી યોજનાઓ અંગે માહિતી આપતી આ જાહેરાતમાં એક મહિલા પોતાના પતિ અને પરિવાર સાથે ઉભેલી જોવા મળે છે. સરકાર માટે શરમજનક બાબત છે કે તે જ જાહેરાત જ્યારે અંગ્રેજી અખબારોમાં છપાઇ ત્યારે તેમાં મહિલા તો તે જ રહી હતી પરંતુ પતિનું ચિત્ર બદલાઇ ગયું હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર સરકારને ખુબ જ ટ્રોલ કરવામાં આવી. લોકોએ કહ્યું કે, એક મહિલાનાં બે પતિ કઇ રીતે હોઇ શકે છે. લોકોએ એટલે સુધી કહ્યું કે, સરકારની જાહેરાતો ખોટી છે, અને તેમાં જે પ્રકારની સરકારની ઉપલબ્ધીઓ ગણાવાઇ રહી છે તે પણ ખોટી છે. 

એડ એજન્સીને નોટિસ
ત્યાર બાદ માહિતી અને જનસંપર્ક વિભાગે જાહેરાત તૈયાર કરનાર એડ એજન્સીને નોટિસ ફટકારીને આ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. વિભાગનાં એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ જાહેરાતમાં ખેડૂત વિમા યોજના અને આંખોની સારસંભાળ માટે ચાલુ કરવામાં આવેલી સ્કીમ અંગે જણાવવામાં આવ્યું છે. વિભાગ હવે એડ એજન્સીઓની પુછી રહી છે કે શું જાહેરાત છાપતા પહેલા આ મહિલાની સંમતી લેવામાં આવી હતી.