Aeroponic Potato Farming:  ખેડૂતો કૃષિ ક્ષેત્ર (Agriculture) માં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે. હરિયાણા સરકાર (Haryana Goverment) દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ( Farmers) આ તકનીકોને અપનાવીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે. કરનાલના પોટેટો (potato) ટેક્નોલોજી સેન્ટરના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને એરોપોનિક ટેક્નિક (Aeroponic Technique)વડે બટાકાની ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે. આ ટેકનિકમાં માટી અને જમીન વગર હવામાં ખેતી કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરોપોનિક (Aeroponic)ટેકનોલોજીથી બટાટાંની ખેતી
એરોપોનિક્સ (Aeroponic)એ એક તકનીક છે જેમાં છોડ હવામાં ઉગાડવામાં આવે છે. બટાટાં (potato) ના છોડને નર્સરીમાં એરોપોનિક તકનીકમાં તૈયાર કરવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટેશન ખાસ એરોપોનિક એકમોમાં કરવામાં આવે છે. તે જમીનની સપાટીથી ઉપર બનાવવામાં આવે છે, જેમાં પાણી અને પોષક તત્વોની મદદથી બટાટાંનું ઉત્પાદન લેવામાં આવે છે. 


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


બટાકાની ઉપજ 10 ગણી વધારે છે
પોટેટો (potato) ટેક્નોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, એરોપોનિક્સ (Aeroponic)ટેક્નોલોજી વડે બટાકા ઉગાડવાથી 10 ગણી વધુ ઉપજ મળે છે. આ સાથે બટાટા(potato)નો છોડ ખૂબ જ ઝડપથી વધે છે અને આ પ્રકારની ખેતીમાં પાણીનો વપરાશ પણ ઓછો થાય છે, જેના કારણે ખેડૂતોને સારો નફો મળે છે. એરોપોનિક્સ ફાર્મિંગમાંથી બટાટાં(potato)નો પ્રથમ પાક ઉગાડવામાં 70 થી 80 દિવસનો સમય લાગે છે. આ પછી તે ખાવા માટે યોગ્ય બની જાય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને વધારે જગ્યાની જરૂર નથી.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


શું છે એરોપોનિક (Aeroponic)ટેક્નોલોજી
આ ટેક્નોલોજીમાં માટીની જરૂર પડતી નથી. મોટા મોટા પ્લાસ્ટિક અને થર્મોકોલના બોક્સમાં બટાકાના માઈક્રોપ્લાન્ટ નાખવામાં આવે છે. તેમને સમયાંતરે પોષક તત્વો આપવામાં આવે છે, જેનાથી મૂળિયા વિક્સિત થાય છે. મૂળિયા વિક્સિત થતા જ તેમાં બટાટાંના નાના નાના ટ્યુબર બનવાના શરૂ થાય છે. આ ટેક્નોલોજીથી પેદા થયેલા બીજમાં કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી. બટાટાંના છોડને બધા પોષકતત્વો આપવામાં આવે છે. તમામ ન્યૂટ્રિયન્ટ બટાટાંને અપાય છે. તેનાથી તેની ગુણવત્તા પણ સારી થાય છે. વધુ ઉત્પાદન થવાથી ખેડૂતોને ફાયદો થાય છે. એરોપોનિક ટેકનિકમાં, બટાટાં (potato)ની ખેતીમાં જમીનને કારણે થતા રોગોની શક્યતા ઓછી છે, જેના કારણે ખેડૂતોને ઓછું નુકસાન અને વધુ નફો મળે છે.


આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube