Afghanistan Crisis: 146 ભારતીયોને અફઘાનિસ્તાનથી પરત લવાયા, દોહા રસ્તે પાછા ફર્યા નાગરિકો
અફઘાનિસ્તાનથી લોકોને લઈને આવતી ઈન્ડિંગોની ફ્લાઈટ 6E 1702 પણ દોહાથી દિલ્હી એરપોર્ટ પહોંચી ગઈ છે.
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જોતા ભારત સરકાર કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની સતત કોશિશ કરી રહી છે. ત્રણ ફ્લાઈટ્સ દ્વારા બે અફઘાન સાંસદો સહિત 392 લોકોને રવિવારે દેશમાં પાછા લવાયા. જ્યારે 146 ભારતીય નાગરિકોને અફઘાનિસ્તાનથી દોહા લઈ જવાયા અને ત્યારથી ભારત લવાયા. ગત અઠવાડિયાના એક અંદાજા મુજબ અફઘાનિસ્તાનમાં લગભગ 400 ભારતીયો હજુ પણ ફસાયેલા હોઈ શકે છે. ભારત સરકાર સતત તેમને ત્યાંથી કાઢવા માટે પ્રયત્નશીલ છે. આ માટે અમેરિકા અને અન્ય મિત્ર દેશો સાથે કામ ચાલી રહ્યું છે.
દોહાથી 146 ભારતીયો દિલ્હી પહોંચ્યા
અફઘાનિસ્તાનથી લોકોને લઈને આવતી ઈન્ડિંગોની ફ્લાઈટ 6E 1702 પણ દોહાથી દિલ્હી એરપોર્ટ પહોંચી ગઈ છે. ફ્લાઈટમાં સવાર અન્ય યાત્રીઓ સાથે 11 એવા પણ છે જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા હતા. આ ફ્લાઈટ દોહાથી આવી છે. કુલ 146 મુસાફરો દિલ્હી પહોંચ્યા.
Taliban ને મોટો ઝટકો: Panjshir કબજે કરવા 3000 તાલિબાનીઓ મોકલ્યા તો ઉઠાવવું પડ્યું મોટું નુકસાન
આતંકી ઉઠાવી શકે છે ફાયદો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ જોતા આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે આતંકવાદીઓ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે અને નિર્દોષ અફઘાનો કે અમેરિકી સૈનિકોને નિશાન બનાવી શકે છે. અમે આઈએસઆઈએસ સહિત કોઈ પણ સોર્સથી થનારા જોખમ પર નિગરાણી કરી રહ્યા છીએ. આ સાથે તેમને રોકવા માટે સતત સતર્કતા વર્તી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube