નવી દિલ્હીઃ Afghanistan Crisis: રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં બદલતા સમીકરણને તે એક પડકાર માને છે. તેમણે કહ્યુ કે, અમે અમારી રણનીતિમાં ફેરફાર કરી રહ્યાં છીએ. ક્વાડની રચના જે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા મળીને બનાવી રહ્યાં છે, આ રણનીતિ અંતર્ગત જ તેની રચના કરવામાં આવી છે. રવિવારે તમિલનાડુના ઉટીની પાસે વેલિંગટનમાં 'ડિફેન્સ સર્વિસેસ સ્ટાફ કોલેજ'માં અધિકારીઓને સંબોધિત કરતા તેમણે આ વાત કહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણે વિશ્વને પરિવાર માનીએ છીએ
ભારતની ક્ષમતા હોવા છતાં ભારતે કોઈ પાડોશી દેશ પર આક્રમણ કર્યું નથી અને ન કોઈ પાડોશી દેશની એક ઇંચ જમીન પર કબજો કર્યો છે, આવો ભારતનો ઈતિહાસ રહ્યો છે. આપણે લોકો વિશ્વને પોતાનો પરિવાર માનીએ છીએ. રક્ષામંત્રીએ આગળ કહ્યુ- ભારત-ચીન સરહદ વિવાદ દરમિયાન, જ્યારે ચીની સેના આગળ વધવાની વાત કરી રહી હતી, મેં લગભગ 11 કલાકે સેના પ્રમુખ સાથે વાત કરી... સ્થિતિ વધુ ગંભીર હતી. તે સ્થિતિમાં પણ આપણી સેનાએ જે સમજદારી ભર્યો વ્યવહાર કર્યો તે પ્રશંસાપાત્ર છે. 


આ પણ વાંચો- દેશમાં આતંકી હુમલાનું અલર્ટ, PoK માં રાહ જોઈને બેઠા છે જૈશ એ મોહમ્મદના 5 આતંકી


રાજનાથ સિંહે કહ્યુ- આ સાથે આપણા સુરક્ષાદળોએ એકવાર ફરી સાબિત કરી દીધુ કે અમે કોઈપણ સમયે અને કોઈપણ સ્થિતિમાં દુશ્મનનો સામનો કરવા પ્રતિબદ્ધ છીએ. પોતાની રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે ભલે કોઈ કિંમત કેમ ન હોય. 


રક્ષામંત્રીએ કહ્યુ કે જ્યારથી આપણો દેશ આઝાદ થયો છે ત્યારથી વિરોધી તાકાતો પ્રયાસ કરી રહી છે કે તે કોઈને કોઈ માધ્યમથી દેશની અંદર અસ્થિરતાનો માહોલ પેદા કરી શકે. છેલ્લા 75 વર્ષનો ઈતિહાસ જુઓ તો લાગે છે કે પડકાર આપણે વારસામાં મળ્યા છે. આપણા દેશની સામે આવનાર પડકારના નમૂનામાં આ એક મોટો ફેરફાર હતો. મને તે કહેતા ખુશી થાય છે કે આ ફેરફારોને ધ્યાનમાં રાખતા અમે આપણી સુરક્ષા નીતિઓમાં મોટું પરિવર્તન કર્યું છે. એક નવી ગતિશીલતા હેઠળ અમે આતંકવાદ વિરુદ્ધ પોતાના વલણને પ્રો-એક્ટિવ બનાવ્યું છે. ભારતની સરહદ પર પડકારો છતાં આમ આદમીને વિશ્વાસ છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમજુતી થશે નહીં. આ વિશ્વાસ ધીમે-ધીમે દ્રઢ બનતો ગયો કે ભારત પોતાની જમીન પર તો આતંકનો ખાત્મો કરશે, જરૂર પડવા પર તેની જમીન પર જઈને વાર કરવાથી પાછળ હટશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube