નાગાલેન્ડમાં 13 લોકોના મોત બાદ AFSPA પરત લેવાની માંગ, જાણો શું છે આ કાયદો
પૂર્વોત્તરના રાજ્યો અસમ અને મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી સંસદે 1958માં આર્મ્રડ ફોર્સેઝ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
નવી દિલ્હીઃ નાગાલેન્ડમાં સુરક્ષાદળોના હાથે ભૂલથી 13 નાગરિકોના મોત બાદ પૂર્વોત્તરમાં ફરી અફસ્પા પરત લેવાનો અવાજ ઉઠવા લાગ્યો છે. મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓએ પણ અફસ્પા ખતમ કરવાની માંગ કરી છે. રાજ્યની પોલીસે ઘટના પર સુઓમોટો લેતા 21 પેરા સ્પેશિયલ ફોર્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તિજિત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને આપરાધિક કાર્યનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો અનેક સુરક્ષા નિષ્ણાંત આ કાયદાને શાંતિ સ્થાપના માટે જરૂરી માને છે. તેવામાં સમજવુ જરૂરી છે કે અફસ્પા શું છે અને તેને કેમ લાગૂ કરવામાં આવ્યો છે?
63 વર્ષ પહેલાં થયો લાગૂ
પૂર્વોત્તરના રાજ્યો અસમ અને મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી સંસદે 1958માં આર્મ્રડ ફોર્સેઝ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. બે દાયકા બાદ તેને પૂર્વોત્તરના સાતેય રાજ્યોમાં લાગૂ કરી દેવામાં આવ્યો હતો. આ હાલમાં નાગાલેન્ડ, અસમ અને મણિપુરમાં લાગૂ છે. અરૂણાચલ પ્રદેશે પણ કેટલાક જિલ્લામાં તેને લાગૂ કર્યો છે.
આ પણ વાંચોઃ PM મોદીનો સપા પર કટાક્ષ, 'લાલ ટોપીવાળાઓને લાલ બત્તી સાથે લેવાદેવા, આતંકીઓ પર છે મહેરબાન'
શંકા હોવા પર વોરન્ટ વગર ધરપકડ અને બળ પ્રયોગનો મળે છે અધિકાર
આ કાયદા હેઠળ જ્યારે સરકાર કોઈ ભાગને અશાંત જાહેર કરે છે તો અફસ્પા હેઠળ સશસ્ત્ર દળોમાં એક ચોક્કસ રેન્કથી ઉપરના અધિકારીઓને ચેતવણી બાદ બળ પ્રયોગનો અધિકાર છે. તેમાં શંકાના આધાર પર વોરન્ટ વગર ધરપકડ કરવા અને કોઈ જગ્યાએ દરોડા પાડવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સશસ્ત્ર દળ કોઈ એવા ઘરને ધ્વસ્ત કરી શકે છે, જ્યાંથી કોઈ હુમલો થઈ રહ્યો હોય કે તેવી આશંકા હોય. અફસ્પા સુરક્ષાકર્મીઓને કેન્દ્ર સરકારની મંજૂરી વગર કોઈ કાયદાકીય કાર્યવાહીથી પણ બચાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube