Kedarnath Dham: દેશના બાર જ્યોતિર્લિંગોમાંથી એક કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. શુક્રવારે એટલે કે આજે સવારે 6:26 મિનિટ પર શુભ મુહૂર્તમાં બાબા કેદારનાથના ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન કડકડતી ઠંડી હોવાછતાં બાબાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. હવે છ મહિના સુધી બાબાના ભક્તો ધામમાં આરાધ્ય દેવના દર્શન તથા પૂજા અર્ચના કરી શકશે. બાબાના મંદિરને દસ ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી પહેલી પૂજા કરવામાં આવી હતી. તો બીજી તરફ પુષ્કર સિંહ ધામીએ પૂજા અર્ચના કરી બાબા કેદારનાથના આર્શિવાદ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ આજે જ્યારે બાબાના ધામના કપાટ ખોલ્યા તો ભક્તોએ જયકારો સાથે વાતાવરણ ગૂંજ્યું ઉઠ્યું હતું. બાબાની પંચમુખી મૂર્તિ કેદાર મંદિરમાં વિરાજમાન કરવામાં આવી. ત્યારબાદ વિધિપૂર્વક કેદારનાથના કપાટ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા.


તમને જણાવી દઇએ કે ગુરૂવારે કેદારની ઉત્સવની ડોલીને મુખ્ય પુજારી દ્વારા ભોગ લગાવવામાં આવ્યો નિત પૂજાઓ શણગારવામાં આવી હતી. કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠીઓ, પૂજારીઓ, હક્ક હકૂકધારીઓની હાજરીઓમાં કપાટ પર વૈદિક પરંપરાઓના અનુસાર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને 6: 26 મિનિટ પર કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન ડોલીએ મંદિરમાં પ્રવેશ કર્યો. કેદારનાથ ધામના કપાટ ખુલતી વખતે દરમિયાન પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube