આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, હવે આશીષ ખેતાને પણ કહ્યું `અલવિદા`!
આશીષ ખેતાને 15 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને એક ઇમેલ મોકલ્યો હતો, જેમાં તેમણે પોતાના અંગત કારણોનો હવાલો આપતાં રાજીનામું મોકલ્યું હતું.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)માંથી નેતાઓનો અલવિદા કહેવાનો સિલસિલો યથાવત છે. પાર્ટીના વધુ એક સિનિયર લીડર કહેવાતા આશીષ ખેતાને પણ પાર્ટી છોડી દીધી છે. તાજેતરમાં જ આશુતોષે પણ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું હતું.
જો કે આશીષ ખેતાને એક સમાચાર પત્રમાં પોતે પાર્ટી છોડવા સંબંધી પોસ્ટને રિટ્વિટ કરીને કહ્યું કે, હું મારું ધ્યાન વકીલાકત પર લગાવી રહ્યો છું અને હાલ સક્રિય રાજકારણમાં સામેલ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આશીષ ખેતાને 15 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને એક ઇમેલ મોકલ્યો હતો, જેમાં તેમણે પોતાના અંગત કારણોનો હવાલો આપતાં રાજીનામું મોકલ્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીના દાયલોગ કમીશન (ડીડીસી)ના પૂર્વ ઉપાધ્યક્ષ આશીષ ખેતાન નવી દિલ્હી લોકસભા સીટ પરથી ફરીથી ચૂંટણી લડવા માંગે છે. જોકે પાર્ટી 2019માં અહીંથી એક નવા ચહેરાને ઉતારવા માંગે છે. તેનાથી આશીષ ખેતાન નારાજ છે અને તેમણે રાજીનામું આપી દીધું છે.
આ પહેલાં કેંદ્ર દ્વારા દિલ્હી સરકારના મંત્રીઓના નવ સલાહકારની નિમણૂંક રદ કરવાના વિવાદ વચ્ચે એપ્રિલ મહિનામાં આમ આદમી પાર્ટીના નેતા આશીષ ખેતાને દિલ્હી ડાયલોગ કમિશનના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે આમ આદમી પાર્ટીએ વર્ષ 2014ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીની સમસ્યાઓ અને લોકો સંબંધિત મુદ્દાઓની જાણકારી અને સલાહ આપવા માટે દિલ્હી ડાયલોગ નામે એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પાર્ટીના આ કાર્યક્રમને લોકોનું ખૂબ સમર્થન પણ મળ્યું હતું. ચૂંટણી બાદ લોકો સાથે જોડાવવાના આ કાર્યક્રમને આગળ પણ ચાલુ રાખતાં તેને દિલ્હી ડાયલોગ કમીશનનું રૂપ આપ્યું હતું, જેના વાઇસ ચેરમેન આપ નેતા આશીષ ખેતાનને બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત 15 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા આશુતોષે આજે અંગત કારણોનો હવાલો આપતાં રાજીનામું આપી દીધું જોકે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે આશુતોષનું રાજીનામું 'આ જન્મમાં તો સ્વિકાર કરવાના નથી' આશુતોષે ટ્વિટર પર આપમાંથી પોતાના રાજીનામાની જાહેરાત બાદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે 'અમે તમારું રાજીનામું કેવી રીતે સ્વિકાર કરી શકીએ. ના આ જનમમાં તો નહી.' આશુતોષે પોતે ટ્વિટ કરી પાર્ટી સાથે સંબંધ તોડવાની જાણકારી સાર્વજનિક કરી. તેમણે કહ્યું કે 'દરેક યાત્રાનો અંત અવશ્યંભાવી છે. આપના મારા સુંદર અને ક્રાંતિકારી જોડાવનો પણ અંત થઇ ગયો છે. મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને પીએસીને તેને સ્વિકાર કરવાનો અનુરોધ કર્યો છે. આશુતોષે પાર્ટીમાંથી રાજીનામાનું કારણ જણાવતાં કહ્યું કે આ અંગત કારણોના લીધે નિર્ણય કર્યો છે.