મુંબઇ : મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન ઘોંચમાં પડ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચેના ખટરાગને પગલે આ ગઠબંધન તૂટવાના આરે હોવાનું જણાઇ રહયું છે. ભાજપ બાદ શિવસેનાએ સોમવારે એલાન કરતાં આ શક્યતાઓ સાચી પડે એવા સંજોગ પ્રબળ બની રહ્યા છે. શિવસેનાએ એકલા હાથે આગામી લોકસભા ચૂંટણી 2019 લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં નોંધનિય છે કે, મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપ અને શિવસેના મળીને સરકાર ચલાવી રહ્યા છે. શિવસેનાએ ભલે ગઠબંધનથી અલગ થવાની વાત કરી હોય પરંતુ બંને સરકારોમાં હજુ એમના સદસ્યો મંત્રી પદનો હિસ્સો છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાએ મોદી સરકારને સમર્થન આપ્યું ન હતું. એ બાદ બંને વચ્ચે અંતર વધ્યું હતું. 


આપને જણાવીએ કે, શિવસેના અને ભાજપ લાંબા સમયથી એક સાથે છે. જોકે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બંને પક્ષો વચ્ચે કોઇ કારણોસર ખટરાગ શરૂ થયો હતો. આ કારણે બંને પાર્ટી ચૂંટણીમાં ગઠબંધન વગર પોત પોતાની રીતે ઉતરી હતી. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે તણાવ વધ્યો હતો. મુંબઇ નગર નિમગ ચૂટણી અને પેટા ચૂંટણીમાં બંને પક્ષાઓએ પોતાની રીતે અલગ અલગ નસીબ અજમાવ્યું હતું. 


શુક્રવારે સંસદમાં મોચાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રખાયો હતો. જોકે શિવસેનાએ સરકારને સાથ આપ્યો ન હતો એટલું જ નહીં એ દિવસની ચર્ચામાં જ ભાગ લીધો ન હતો. આ બધા સંજોગ જોતાં ભાજપે આગામી લોકસભા ચૂંટણી મહારાષ્ટ્રમાં એકલા હાથે લડી લેવાના સંકેત આપ્યા છે. 


અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાએ પહેલા તો પ્રસ્તાવના વિરોધમાં વોટ કરવા માટે વ્હિપ જાહેર કર્યો હતો. પરંતુ બાદમાં વ્હિપ પરત ખેંચ્યો હતો. એટલું જ નહીં શિવસેના નેતાઓએ સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણના પણ વખાણ કર્યા હતા. શિવસેનાના આ પગલાંથી ભાજપ નારાજ છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે અને વિધાનસભાની 288 બેઠકો છે અને બંને જગ્યાએ શિવસેના અને ભાજપ વચ્ચે તાલમેલ છે. એટલું જ નહીં બીએમસીમાં પણ બંનેની ગઠબંધનથી સત્તા શાસન છે.