લખનઉ: પેટાચૂંટણી (Bypolls 2020)માં મળેલી સફળતા બાદ યોગી સરકાર (Yogi Government)ની નજર હવે આગામી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election) પર છે. મંત્રીમંડળના ખાલી પદોને ભરવાની ચર્ચા તેજ થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંકટ (Coronavirus)ના લીધે બે મંત્રીઓના મોત બાદ ખાલી પડેલી જગ્યા ભરવાની તૈયારી છે. આ ઉપરાંત ચાર પદ પહેલાંથી ખાલી હતા. તેને જલદી ભરવા માટે સળવળાટ તેજ થઇ રહ્યો છે. 


કેટલાક નવા ચહેરાને મળી શકે છે જગ્યા
સૂત્રોનું માનીએ તો ભાજપ (BJP)સરકારની આ વિધાનસભા ચૂંટણી પહેલાં અંતિમવાર મંત્રીપરિષદનો વિસ્તાર થઇ રહ્યો છે. તેમાં જાતીય અને ક્ષેત્રીય સમીકરણો મુજબ આ સમાયોજનની સંભાવના છે. આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળી શકે છે. હાલના મંત્રીઓમાંથી કેટલાકની વિદાય પણ થઇ શકે છે. 


અત્યારે સાત સીટો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 6 ભાજપે જીતી છે. 6 મંત્રીઓની ખાલી જગ્યાના કારણ વિસ્તારની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. તેમાંથી ચારની જગ્યા પહેલાંથી ખાલી હતી જ્યારે બે ચેતન ચૌહાન અને કમરાની વરૂણના નિધનથી ખાલી થઇ ગઇ છે. કેટલાક નવા ચહેરાને સમાવવામાં આવશે.  


આ પહેલાં થયેલા વિસ્તારમાં 18 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા
માનવામાં આવી રહ્યું છે કે દલિત અને પછાતને પ્રમુખરૂપથી સ્થાન આપવામાં આવશે. તે પહેલાં વિસ્તારમાં 18 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ઘણાને રજા આપવામાં આવી. અત્યારે કુલ 54 મંત્રી છે, જેમાં 23 કેબિનેટ, 9 સ્વતંત્ર હવાલો અને 22 રાજ્યમંત્રી છે. તેમાં કેટલાક વિવાદોમાં આવ્યા છે અને કેટલાક ઉંમરના લીધે બીજી જવાબદારીમાં લગાવવાની સંભાવના છે. કેટલાક લોકોને સંગઠનમાં મોકલવામાં આવી શકે છે. 


કમલરાની વરૂણના નિધન બાદ મંત્રીમંડળમાં મહિલાઓની સંખ્યા અપેક્ષાકૃત ઓછી થઇ ગઇ છે. હવે આ સંખ્યાને પણ વધારવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube