નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly Election 2021) આઠ તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં 4 તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. અડધી ચૂંટણી પૂરી થયા બાદ ચૂંટણી પંચે 16 એપ્રિલે રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે કે શું તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં કોરોનાના નિયમોનું ગંભીરતાથી પાલન કરી રહી છે કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં એક દિવસ પહેલા કોલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચનો ઝાટકતા કહ્યુ હતુ કે, તે નક્કી કરે કે રાજકીય પાર્ટીના ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં કોરોના સાથે જોડાયેલા નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં. 


હાઈકોર્ટને કડક વલણ અપનારતા તમામ જિલ્લાના ડીએમને રાજકીય પાર્ટીઓની રેલીઓ પર નજર રાખવાનું કહ્યું હતું. તે પણ કહેવામાં આવ્યું હતું કે જરૂરી લાગે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે કલમ 144 લાગૂ કરે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યાં છે. અન્ય રાજ્યોની જેમ બંગાળમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે કહ્યું કે કોરોનાના નિયમોના પાલન કરવાની જવાબદારી જિલ્લાધિકારી અને ચૂંટણી અધિકારીઓની છે. 


આ પણ વાંચોઃ CBSE 10TH EXAM 2021 પર થઈ રહી હતી બેઠક, પીએમ મોદીની એક વાત પર અધિકારીઓએ બદલી દીધો નિર્ણય


જરૂર પડે તો લાગૂ કરો કલમ 144
કોર્ટે કહ્યું હતું કે કોરોનાની ભયાનકતા જોતા કલમ 144  લાગૂ કરવી પડે તો કરવામાં આવે. આ દરમિયાન રાજકીય કાર્યક્રમોમાં માસ્ક પહેરવુ ફરજીયાત છે. દરેક જગ્યાએ સેનેટાઇઝર ઉપલબ્ધ કરાવવામાં આવે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવે. મહત્વનું છે કે બંગાળમાં ચૂંટણી રેલીઓ અને રોડશોમાં કોરોનાના નિયમોનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે. નેતાઓની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યાં છે, જેના પર સવાલ ઉઠી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube