ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની કારમી બાર બાદ આવ્યું પ્રિયંકા ગાંધીનું નિવેદન, જાણો શું કહ્યું
Congress UP Defeat: પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામોની સમીક્ષા માટે આજે મંગળવારે પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં તેમણે સંઘર્ષ જારી રાખવાનો સંકલ્પ લીધો છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસવિચ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શનને લઈને ચૂંટણી અભિયાનથી સંબંધિત વરિષ્ઠ નેતાઓની સાથે મંગળવારે સમીક્ષા કરી છે. સૂત્રો પ્રમાણે આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રહેલી ખામી અને આગળની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી, રાજીવ શુક્લા, સલમાન ખુર્શીદ, અરાધના મિશ્રા અને ઘણા અન્ય નેતા સામેલ થયા હતા.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો કારમો પરાજય
બેઠક બાદ અજય કુમાર લલ્લૂએ ટ્વીટ કર્યુ, 'આજે સાંજે દિલ્હીમાં પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની સાથે સમીક્ષા બેઠક થઈ. અનેક પાસાઓ અને તેમાં સુધારને લઈને વિસ્તારથી ચર્ચા થઈ છે. દરેક સ્તર પર ખામીઓ દૂર કરીશું, ઉત્તર પ્રદેશના પાયાના સવાલો પર સંઘર્ષ કરીશું. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસને માત્ર બે સીટો મળી છે. પ્રદેશ અધ્યક્ષ સહિત અનેક મોટા નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે.'
હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, અશોક ગેહલોતે કહ્યુ- કપિલ સિબ્બલ કોંગ્રેસની સંસ્કૃતિના વ્યક્તિ નથી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube