Corona થી રિકવર થયા બાદ બ્રેન ક્લોટિંગની સમસ્યા, આ લક્ષણ જોવા મળે તો થઈ જાવ સાવધાન
કોરોના સંક્રમણથી સાજા થયા બાદ લોકોમાં નવા પ્રકારની બીમારીઓ જોવાન મળી રહી છે. તેમાં બ્રેનમાં બ્લડ ક્લોટ બનવાના કેસ વધુ છે. જો આ લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus Infection) પહેલાથી લોકો માટે જિંદગી અને મોતનો સવાલ બની ગયું છે, તેના પર સંક્રમણ બાદ દર્દીઓમાં નવી-નવી બીમારીઓ સામે આવી રહી છે. હવે કોરોનાથી રિકવરી (Recovery) બાદ લોકોમાં બ્રેન (Brain) ક્લોટિંગ (Clotting) થવાનો મામલો સામે આવ્યો છે. તેને લઈને નિષ્ણાંતોએ કેટલાક લક્ષણોથી સાવચેત રહેવાની સલાહ આપી છે.
આ સમસ્યા વધુ
દિલ્હીમાં કોરોનાનો સામનો કરી રહેલા અને રિકવર થઈ ચુકેલા લોકોના સ્કેનમાં બ્રેનમાં ક્લોટિંગ, હાર્ટમાં ક્લોટિંગ અને આંખોની રોશની જતી રહેવી એટલે કે મ્યુકોર માઇકોસિસના કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ કોરોનાની પ્રથમ લહેરમાં આવી સમસ્યા જોવા મળી નહીં, પરંતુ બીજા વેવમાં નવી સમસ્યાઓને કારણે પણ લોકોના મોત થઈ રહ્યાં છે.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ રહે સાવધાન
નિષ્ણાંતોનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ ઘરે આવેલા લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. તેને રિકવર થયા બાદ છાતી ભારે લાગવી, શ્વાસ લેવામાં સમસ્યા રહે તો ફેફસાનો સીટી સ્કેન, હ્યદય માટે ઇકોકાર્ડિયોગ્રામ કરાવી લેવો જોઈએ. તો શરીરના એક ભાગમાં નબળાઇ કે સ્થિર થવા જેવા લક્ષણ દેખાવા પર મગજનું એમઆઈઆર કરાવી લેવું જોઈએ, સાથે રૂટીન બ્લડ કાઉન્ટ ચેક કરાવવા જોઈએ.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube