નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની હાર પર વિરોધીઓ કટાક્ષ કરી રહ્યાં છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ કટાક્ષ કર્યો છે. તેમણે કોઈનું નામ લીધા વગર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પૂછ્યુ- પનોતી કોણ છે? તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી દરમિયાન ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ તે માટે પીએમ મોદીની સ્ટેડિયમમાં હાજરીને જવાબદાર ઠેરવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન કહ્યું- સારી રીતે ટીમ ઈન્ડિયાના છોકરાઓ રમી રહ્યાં હતા. પનોતીએ ત્યાં પહોંચી હરાવી દીધા. ત્યારબાદ કોંગ્રેસના ઘણા મોટા નેતા પીએમ મોદી માટે પનોતી શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા.


છત્તીસગઢે બધાને ચોંકાવી દીધા, શું 'મહાદેવ' એ કોંગ્રેસને હરાવ્યું?


તમને જણાવી દઈએ કે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ત્રણ રાજ્યોમાં જીતી રહી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને તેલંગણામાં સત્તા મળી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢની સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube