Bible controversy: હિજાબ વિવાદ બાદ સ્કૂલમાં હવે બાઇબલ પર મચી બબાલ, જાણો શું સમગ્ર મામલો
Bible controversy in Karnataka: કર્ણાટકની શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ વિવાદ બાદ હવ એક નવો વિવાદ ઉભો થયો છે. રાજધાની બેંગલુરૂના ક્લેરેંસ સ્કૂલે એવું ફરમાન જાહેર કર્યું છે જેને લઇને હવે બબાલ મચી ગઇ છે.
Bible controversy in Karnataka: કર્ણાટકની શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ વિવાદ બાદ હવ એક નવો વિવાદ ઉભો થયો છે. રાજધાની બેંગલુરૂના ક્લેરેંસ સ્કૂલે એવું ફરમાન જાહેર કર્યું છે જેને લઇને હવે બબાલ મચી ગઇ છે. સ્કૂલે વાલીઓને કહ્યું છે કે તે પોતાના બાળકોને બાઇબલ લાવતાં રોકશે નહી. સ્કૂલના આ આ પ્રકારના આદેશ બાદ હવે હિંદુવાદી સંગઠનોએ તેનો વિરોધ જાહેર કર્યો છે અને ફરમાન કર્યું છે કે શિક્ષણના કાયદા વિરૂદ્ધ ગણાવ્યું છે.
બાઇબલ લઇને આવેલા વિદ્યાર્થી
હિન્દુ જનજાગરણ સમિતિ તરફથી બેંગલુરૂના ક્લેરેંસ હાઇ સ્કૂલને લઇને આપત્તિ વ્યક્ત છે. સમિતિ દ્રારા આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને એડમીશન વખતે અંડરટેકિંગ લે છે કે વિદ્યાર્થીઓ પોતાની સાથે બાઇબલ લઇને આવશે અને તેનું અધ્યન પણ કરશે.
હિન્દુ જનજાગરણ સમિતિના પ્રવક્તા મોહન ગૌડા દ્રારા આ વિષયમાં એક વીડિયો જાહેર કરી આપત્તિ વ્યક્ત કરી છે. મોહન ગૌડાએ કહ્યું કે સ્કૂલની આ કાર્યવાહી સંવિધાનની કલમ 25 અને 26 નું ઉલ્લંઘન છે, સાથે જ સુપ્રીમ કોર્ટના આ દેશનું ઉલ્લંઘન છે. તેમાં બાળકોના અધિકારોનું હનન થાય છે. જે ખ્રિસ્તી નથી. સમિતિ દ્રારા કર્ણાટકના શિક્ષણ મંત્રીને કેસ પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, નહીતર પોતાના તરફથી હાઇકોર્ટમાં PIL દાખલ કરશે.
વિવાદ સામે આવ્યા બાદ ક્લેરેંસ હાઇ સ્કૂલ તરફથી અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. સ્કૂલ બ્રિટિશ કાળથી બેગલુરૂમાં સ્થિત છે અને તેની સ્થાપના વર્ષ 1914માં થઇ હતી. કર્ણાટકના શિક્ષણ મંત્રી શુક્રવારથી બેંગલુરૂમાં નથી અને તેમના પરત ફરતા આ વિષયની તપાસનો વિશ્વાસ અપાવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube