શિમલા: લોકસભા ચૂંટણી 2019માં નવી ભારતીય જનતા પાર્ટી જોવા મળશે. આ વખતે ચૂંટણીમાં ભાજપે અટલ બિહારી વાજપેયીના યુગના નેતાઓથી અંતર જાળવ્યું હોય તેવું જણાય છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે વાજપેયી યુગના નેતાઓની ઉમર ખુબ વધી ગઈ છે. જેમાં સૌથી મોટું નામ ભાજપને આ દેશમાં સ્થાપિત કરનારા લાલ કૃષ્ણ આડવાણીનું છે. આડવાણીને ભાજપે આ વખતે ટિકિટ આપી નથી. રવિવારે હિમાચલ પ્રદેશના લોકસભા ઉમેદવારોની યાદી જાહેર થઈ. જેમાં વાજપેયી યુગના મોટા નેતા શાંતા કુમારનું પણ નામ નથી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાવવાનું લગભગ નક્કી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

72ની ઉંમરે સન્યાસ છોડી પાછા ફરેલા દિગ્વિજય સિંહ ભાજપના ગઢના કાંકરા ખેરવી શકશે?


ભાજપે હિમાચાલ પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમાર સહિત પોતાના ચારમાંથી બે સાંસદોની ટિકિટ કાપી છે. પાર્ટીએ પ્રદેશની ચારેય બેઠકો માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરી. પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલના પુત્ર અનુરાગ ઠાકુરને હમીરપુરથી અને રામ સ્વરૂપને મંડીથી ફરીથી ટિકિટ આપી છે. 


ભાજપે પોતાના સાંસદ વીરેન્દ્ર કશ્યપની જગ્યાએ પચ્છાદથી ધારાસભ્ય સુરેશ કશ્યપને શિમલાથી ઉમેદવાર બનાવ્યાં છે. 84 વર્ષના શાંતા કુમારે ગુરુવારે નવી દિલ્હીમાં કહ્યું હતું કે તેઓ સંસદીય ચૂંટણી લડવા માંગતા નથી. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી સ્વાભાવિક પણે ચૂંટણીના રાજકારણમાંથી સેવાનિવૃત્ત થઈ ગયાં.


શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વિશે આપ્યું એવું નિવેદન, રાહુલને પસંદ કરતા લોકોના ધબકારા વધશે 


ભાજપે 2014માં લોકસભા ચૂંટણીમાં તમામ ચારેય બેઠકો જીતી હતી. તેણે રાજ્યના મંત્રી અને ધર્મશાળાના ધારાસભ્ય કિશન કપૂરને શાંતા કુમારની જગ્યાએ કાંગડાથી ટિકિટ આપી છે. 68 વર્ષના કિશન કપૂર, જયરામ ઠાકુરના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં ખાદ્ય, નાગરિક પૂરવઠા તથા ઉપભોક્ત મામલે મંત્રી છે. જ્યારે સુરશ કશ્યપ (48) 16 વર્ષથી વધુ સમય સુધી ભારતીય વાયુસેનામાં કામ કરી ચૂક્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...