નવી દિલ્હી : 15 જુલાઇએ લોન્ચ થનાર મિશન ચંદ્રયાન -2ની સાથે જ ભારતની નજર હવે વીનસ (શુક્ર) અને સુર્ય સુધી છે. મિશન ચંદ્રયાન -2ની તૈયારી અંગે સરકાર અને ઇસરો તરફથી માહિતી આપવામાં આવી. મિશન ચંદ્રયાનનો કુલ ખર્ચ 10 હજાર કરોડ થશે. ભારતના મહત્વકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, છેલ્લા થોડાક સમયમાં ભારતે અંતરિક્ષ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્તક રી છે. ઇસરો ચેરમેને ભવિષ્યની યોગના અંગે જણાવ્યું કે, ભારતીય અંતરિક્ષ વિજ્ઞાને સુર્ય, વીનસ જેવા ગ્રહો સુધી પહોંચવાનુ લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા
પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી
15 જુલાઇએ લોન્ચ થશે ચંદ્રયાન-2
ચંદ્રયાન -2 અંગે ઇસરો ચેરમેન ડોક્ટર કે.સિવને જણાવ્યું કે, 15 જુલાઇએ સવારે 2 વાગ્યે મિશન લોન્ચ થશે. મિશ માટે 2-3 ક્રુ મેંબર્સ હશે. તમામ ક્રુ મેંબર્સની સંપુર્ણ ટ્રેનિંગ ભારતમાં જ કરવામાં આવી છે. ભારતનું પહેલુ માનવ મિશન 2022માં પુર્ણ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, 15 જુલાઇએ ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે અને આશરે તે સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. આ સાથે જ એક રોવર પણ હશે. આ મિશન ચંદ્રયાન 1નું જ વિસ્તારીત રૂપ છે.


રામવિલાસ પાસવાનની પાર્ટી LJPમાં તિરાડ, વિદ્રોહી નેતાઓએ બનાવી અલગ પાર્ટી


ઇસરોની સુર્ય સુધી નજર
ઇસરોનાં ચેરમેન ડોક્ટર સિવને કહ્યું કે, ઇસરોની નજર હવે સુરજ સુધી છે. ઇસરો તેના માટે એક મિશન લાવી રહ્યું છે. આ મિશનમાં સુરજનાં લિબરેશન પોઇન્ટ-1 પર સેટેલાઇટ મોકલવાની યોજના છે. ભારતની અંતરિક્ષમાં ભવિષ્યની યોજનાઓ અંગે ડોક્ટર સિવને કહ્યું કે, ભારતની નજર અંતરિક્ષમાં પણ મહાશક્તિ બનવા પર છે.



મિશન વીનસ 2023માં પુર્ણ થશે. 
ભવિષ્યની યોજના પર ઇશરો ચેરમેને કહ્યું કે, મિશન ગગનયાન ડિસેમ્બર 2021 સુધી પુર્ણ થશે. આ મિશનમાં ઇસરો પહેલીવાર ભારતમાં બનેલા રોકેટને સ્પેસમાં મોકલશે. તેની બેઝીક ટ્રેનિંગ ભારતમાં થશે, પરંતુ એડવાન્સ ટ્રેનિંગ વિદેશમાં થશે. આ મિશનનું બજેટ 10 હજાર કરોડ સુધીનું છે. ભવિષ્યમાં અમારી યોજના મિશન વિનસ 2023 માટેની છે. ગત્ત થોડા સમયમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વૈશ્વિક સ્તર પર વિકરાળ થઇ છે. ઇસરો ગ્લોબલ વોર્મિંગનો પડકારને પહોંચી વળવા માટે પણ ખાસ મિશન પર કામ કરી રહ્યું છે.