નવી દિલ્હીઃ શિયાળુ સત્રના પ્રથમ દિવસે સંદના બંને ગૃહમાં વિપક્ષના હંગામા વચ્ચે કૃષિ કાયદાને રદ્દ કરવાનું બિલ પસાર થઈ ગયું છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે ચર્ચા વગર બિલને પાસ કરી લેવામાં આવ્યું. તો કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, જ્યારે સરકારે બિલ પાસ કર્યુ તો વિપક્ષ કૃષિ કાયદાની વિરોધમાં હતો. તેથી તેના પર ચર્ચાની જરૂર પડી નહીં. પરંતુ તોમરે અફસોસ વ્યક્ત કર્યો કે, સરકાર કૃષિ કાયદાના લાભોની વ્યાખ્યા કરવામાં નિષ્ફળ રહી, કારણ કે કૃષિ સુધાર કિસાનોની ભલાય માટે લાવવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ એગ્રિકલ્ચર રીપિલ બિલ 2021 વિપક્ષી પક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું કારણ કે વિપક્ષ બિલ પર ચર્ચા કરવા માંગતું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગૃહના ફ્લોર પર કૃષિ કાયદાની ચર્ચા ન કરવા બદલ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે બિલને ઉતાવળમાં પસાર કરવું એ દર્શાવે છે કે સરકાર "ચર્ચાથી ડરી રહી છે". કહ્યું કે જે રીતે બિલ પસાર થયું તે ખેડૂતોનું અપમાન છે.


આ પણ વાંચોઃ સંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની, કિસાન મોર્ચાએ 1 ડિસેમ્બરે બોલાવી બેઠક


રાહુલ ગાંધીએ કહ્યું, "જે રીતે તેઓ (કૃષિ કાયદા)ને સંસદમાં ચર્ચા કર્યા વિના રદ કરવામાં આવ્યા, પછી ભલે ગમે તે થયું, તે દર્શાવે છે કે સરકાર ચર્ચાથી ડરે છે, સરકાર જાણે છે કે તેણે ખોટું કર્યું છે. અને સરકાર ડરી ગઈ છે."


બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ત્રણ કૃષિ કાયદા લાવ્યા બાદ વિસ્તૃત ચર્ચા થઈ હતી અને વિપક્ષોએ તે સમયે તે કાયદાઓ પાછા ખેંચવાની માંગ કરી હતી. જ્યારે સત્તાધારી પક્ષ પણ પરત ફરવા રાજી થયો ત્યારે તેના પર ચર્ચાની શું જરૂર હતી? તોમરે કહ્યું, "લોકસભાના અધ્યક્ષે વારંવાર ખાતરી આપી છે કે જો સભ્યો તેમની ફાળવેલ બેઠકો પર બેસે તો તેઓ ચર્ચા માટે તૈયાર છે." તેમણે કહ્યું કે જો કોઈ ચર્ચા થઈ હોત તો તેઓ ચોક્કસપણે વિપક્ષી સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપત.


આ પણ વાંચોઃ હવે આંદોલન થશે સમાપ્ત? સંસદના બંને ગૃહમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ, PM મોદીનું વચન પૂરુ


ભાજપના નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા સાત વર્ષમાં અનેક યોજનાઓ દ્વારા કૃષિ ક્ષેત્રને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે સ્વામીનાથન રિપોર્ટની ભલામણો અનુસાર લઘુત્તમ ટેકાના ભાવનો અમલ કરવામાં આવ્યો હતો અને MSP પર પાકની ખરીદી 2014ની સરખામણીમાં લગભગ બમણી થઈ ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube