બુલંદશહેર: મહારાષ્ટ્રના પાલઘર બાદ હવે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 2 સાધુઓની ગળું ચીરીને હત્યા કરી નાખવાનો મામલો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં આવેલા રૂમમાંથી બંને સાધુઓની લાશ  લોહીથી લથપથ જોવા મળ્યાં. ઘટના અનૂપશહેર પોલીસ સ્ટેશન વિસ્તારના પગોના ગામની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે શકના આધારે ગામના એક યુવકની અટકાયત કરી છે. યુવક ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું કહેવાય છે. યુવક અને સાધુઓ વચ્ચે ગઈ કાલે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટના બાદ બુલંદશહેરના એસએસપી સહિત પોલીસના ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બારીકાઈથી તપાસ હાથ ધરી. પોલીસે પ્રાથમિક તપાસમાં આ હત્યામાં ગામના જ નશેડી યુવાન મુરારીનું નામ સામે આવ્યું છે. 


બુલંદશહેર પોલીસનો દાવો છે કે અટકાયતમાં લેવાયેલો મુરારી લાંબા સમયથી ભાંગનો નશો કરે છે. આરોપી પર બે દિવસ અગાઉ બાબાનો ચિપિયો ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આરોપ છે કે આ વાતને લઈને મૃતક સાધુઓ અને આરોપી મુરારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેને લીધે આરોપી મુરારીએ બંને સાધુઓને અંજામ ભોગવવાની ધમકી પણ આપી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube