વારાણસી : બનારસ હિંદુ યૂનિવર્સિટી (BHU)ને દેશની સૌથી શ્રેષ્ઠ AIIMSની બરાબર લાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર વારાણસી પહોંચ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય સ્વાસ્થયમંત્રી  જેપી નડ્ડા, રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હા સહિત ઘણા મંત્રીઓનો સમાવેશ થાય છે. BHUના એઇમ્સના સમકક્ષ લાવવા માટે સરકારની સાથે એમઓયુ સાઇન કરવામાં આવશે. એમ્સની પેટર્ન પર હવે બીએચયુમાં પણ સ્વાસ્થય અને ચિકિત્સાના ક્ષેત્રમાં સંશોધન વધારવામાં આવશે. મળતી માહિતી અનુસાર PMOની પહેલ બાદ વારાણસીમાં આ કામ થઇ રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BHU પહોંચ્યા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર કેન્દ્રીય મિતિ કક્ષમાં યુનિવર્સિટીનાં નિર્દેશકો, શાખા પ્રમુખો અને વરિષ્ઠ પ્રોફેસર્સ સાથે ચર્ચા કરી. મીટિંગમાં તેમણે કહ્યું કે, શિક્ષણ અને રિસર્ચ ફીલ્ડમાં સતત પરિવર્તન થઇ રહ્યું છે. સમય ખુબ જ ઝડપથી બદલાઇ રહ્યો છે. એટલા માટે અમે સંપુર્ણ સંશોધન (Absolute research)ના બદલે પ્રાસંગિક સંશોધન (Relevant research)ની તરફ ફોકસ કરવાની જરૂર છે. 



તેમણે તેના માટે રુપરેખા તૈયાર કરી. તેમણે કહ્યું કે, BHU ટીમને આગામી ત્રણ વર્ષનાં એક્શન પ્લાન, 7 વર્ષના સ્ટ્રેટેજીક પ્લાન અને 15 વર્ષ માટે વિઝન પ્લાન પર કામ કરવું જોઇએ. સાથે જ ક્વોલિટી એજ્યુકેશન, ઇનોવેશન અને રિસર્ચને ધ્યાનમાં રાખતા પ્લાન બનાવવામાં આવી રહ્યો છે અને તેના પર કામ કરવાનું છે.