નવી દિલ્હીઃ પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તામાં રહેલી કોંગ્રેસ આંકરિક વિવાદનો સામનો કરી રહી છે. આ વચ્ચે આજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. આ પહેલા સિદ્ધૂ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ મળ્યા હતા. ત્યારબાદ મુલાકાતની તસવીર શેર કરતા સિદ્ધૂએ ટ્વીટ કર્યુ- પ્રિયંકા ગાંધીજીની સાથે લાંબી મુલાકાત થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સૂત્રોનું કહેવું છે કોંગ્રેસ હાઈ કમાન્ડ સંગઠન કે સરકારમાં સિદ્ધૂને કોઈ મહત્વની જવાબદારી આપી મનાવવાના પ્રયાસમાં છે, પરંતુ સિદ્ધૂ સતત તે વાત પર ભાર આપી રહ્યા છે કે મુખ્યમંત્રીની સાથે કામ નહીં કરી શકે. છેલ્લા કેટલાક સમયથી સિદ્ધૂ અને પંજાબ કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓએ મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ મોર્ચો ખોલી રાખ્યો છે. 


Darbar Move: જમ્મુ કાશ્મીરમાં ખતમ થઈ 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા, ઓફિસરોને આવાસ ખાલી કરવાનો આદેશ


સિદ્ધૂ સાથે મુલાકાત બાદ પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને પછી સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રિયંકાએ સિદ્ધૂ સાથે ઘર પર એકવાર ફરી મુલાકાત કરી હતી. હકીકતમાં કેપ્ટન સાથે વિવાદ વચ્ચે પાછલા દિવસોમાં સિદ્ધૂએ તેમના પર બાદલ પરિવારની સાથે મિલીભગતનો આરોપ લગાવી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube