નવી દિલ્હીઃ એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ તે કરી રહ્યાં છે કે કોઈપણ રાજ્ય સીએએને લાહૂ કરવાની ના ન પાડી શકે, બીજીતરફ પાર્ટી શાસિત રાજ્ય સરકારોનું વલણ અલગ છે. પંજાબ વિધાનસભા  CAA (નાગરિકતા સંશોધન કાયદા)ની વિરુદ્ધ પહેલા જ પ્રસ્તાવ પાસ કરી ચુકી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું કે, કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યો પણ આવો પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય રાજ્યોમાં પણ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પર વિચાર
અહમદ પટેલે રવિવારે કહ્યું, 'અમે પંજાબ બાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનો વિચાર કરી રહ્યાં છીએ. આ કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંદેશ હશે કે તે આ કાયદા પર પુનર્વિચાર કરે.' રાજસ્થાનમાં તેની તૈયારી શરૂ થઈ ચુકી છે. ત્યાં 24 જાન્યુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને સૂત્રો પ્રમાણે, સત્રના પ્રથમ દિવસે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવી શકાય છે. 


છેલ્લા 6 વર્ષમાં 2838 પાકિસ્તાની, 914 અફઘાની, 172 બાંગ્લાદેશીને આપવામાં આવી નાગરિકતાઃ નિર્મલા સીતારમન

સિબ્બલે કહ્યું, 'હું સમજુ છું કે સીએએ ગેરબંધારણીય છે. દરેક રાજ્યોની વિધાનસભાની પાસે તેની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી અને તેને પરત લેવાની માગ કરવાનો બંધારણીય અધિકાર છે. પરંતુ જ્યારે કોઈ કાયદાને સુપ્રીમ કોર્ટ બંધારણીય જાહેર કરી દે તો રાજ્યો માટે તેનો વિરોધ કરવો મુશ્કેલ બની જશે. લડાઈ ચાલું રહેવી જોઈએ.' એક દિવસ પહેલા જ તેમણે કહ્યું હતું કે, સંસદ દ્વારા પસાર કાયદાને કોઈ રાજ્ય લાગૂ કરવાની ના ન પાડી શકે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર