રાફેલ ડીલ પછી અનિલ અંબાણીના રૂ.1125 કરોડનો ટેક્સ માફ કરાયોઃ ફ્રાન્સના અખબારનો દાવો
જોકે, ભારતના સંરક્ષણ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે, રાફેલ ડીલ અને ટેક્સની ઘટનાને એક સાથે જોડીને જેવું તદ્દન ખોટું છે, પક્ષપાતપૂર્ણ હોવાની સાથે જ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે, રિલાયન્સ કમ્યુનિકેશન્સ દ્વારા પણ આ પ્રકારની અનિયમિતતાને ફગાવી દેવાઈ છે
નવી દિલ્હીઃ ફ્રાન્સના અખબાર લી મૂંદના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ફ્રાન્સે રાફેલ ડીલની જાહેરાત બાદ અનિલ અંબાણીની કંપનીનો 14.37 કરોડ યુરો (રૂ.1,125 કરોડ)નો ટેક્સ માફ કરી દીધો હતો. લી મૂંદમાં શનિવારે પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારત દ્વારા 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાતના થોડા મહિના પછી 2015માં જ ફ્રાન્સની સરકારે રિલાયન્સ કમ્યુનિકેશનની ફ્રાન્સમાં રજિસ્ટર્ડ ટેલિકોમ સબસિડિયરી કંપનીનો ટેક્સ માફ કર્યો હતો.
રિયાલન્સની સ્પષ્ટતા
આ અંગે રિલાયન્સ કમ્યુનિકેશન્સે ફ્રાન્સના અખબારના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આવી કોઈ અનિયમિતતા કરવામાં આવી નથી. આરકોમે કહ્યું કે, ટેક્સ વિવાદનો એ કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત ઉકેલ લાવવામાં આવ્યો હતો, જે ફ્રાન્સમાં સંચાલિત તમામ કંપનીઓ માટે ઉપલબ્ધ છે.
સંરક્ષણ મંત્રાલયે પણ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ દ્વારા આ અંગે હુમલો કરાયા બાદ ભારતના સંરક્ષણ મંત્રાલયે પણ જણાવ્યું છે કે, રાફેલ ડીલ અને ટેક્સની ઘટનાને એક સાથે જોડીને જોવી સંપૂર્ણપણે ખોટું છે. આ બાબત પક્ષપાતભરેલી હોવાની સાથે જ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.
'મુસલમાન' મુદ્દે મેનકા ગાંધી અને હેમા માલિની સામ-સામે
કોંગ્રેસના પ્રહાર
કોંગ્રેસે ફ્રાન્સના સમાચારપત્રના રિપોર્ટ બાદ ફરી એક વખત વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે, 'મોદી કૃપા'ને કારણે ફ્રાન્સની સરકારે અનિલ અંબાણીની કંપનીનો અબજો રૂપિયાનો ટેક્સ માફ કરી દીધો હતો.
વરૂણ ગાંધીની મુસલમાનોને સલાહ, 'વોટ આપો કે ન આપો, ચૂંટણી પછી કામ માટે જરૂર આવજો'
રિલાયન્સે ચૂકવ્યા 57 કરોડ
ફ્રાન્સના અખબારમાં દાવો કરાયો છે કે, ફ્રાન્સના ટેક્સના અધિકારકીઓએ રિલાયન્સ ફ્લેગ એટલાન્ટિંક ફ્રાન્સ સાથે સમાધાનના સ્વરૂપમાં રૂ.73 લાખ યુરો (લગભગ રૂ.57.15 કરોડ) સ્વીકાર્યા હતા, જ્યારે મૂળ માગ 15.1 કરોડ યુરો (રૂ.1,182 કરોડ)ની હતી. રિલાયન્સ ફ્લેગની ફ્રાન્સમાં ટેરેસ્ટ્રિયલ કેબલ નેટવર્ક અને બીજા ટેલિકોમ ઈન્ફ્રાન્સ્ટ્રક્ચરની માલિકી છે.
લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
10, એપ્રિલ 2015ના રોજ મોદીએ કરી હતી જાહેરાત
વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના તત્કાલિક રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ સાથેની વાટાઘાટો બાદ 10 એપ્રિલ, 2015ના રોજ પેરિસમાં ભારત દ્વારા ફ્રાન્સ પાસેથી 36 રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાના સોદાની જાહેરાત કરાઈ હતી. રાફેલ સોદા પર અંતિમ હસ્તાક્ષર 23 ડિસેમ્બર, 2016ના રોજ થયા હતા. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ સોદામાં મોટા પ્રમાણમાં અનિયમિતતા કરાઈ હોવાનો આરોપ કરવામાં આવતો રહ્યો છે.