નવી દિલ્હી: ભગવાન રામની જન્મભૂમિ અંગે વર્ષો સુધી વિવાદ ચાલ્યો. 2019માં આ મામલે કોર્ટમાં ચાલી રહેલા કાનૂની જંગનો અંત પણ આવી ગયો પરંતુ હવે ભગવાન રામના ભક્ત એટલે કે હનુમાનની જન્મભૂમિ પર વિવાદ શરૂ થયો છે. આમ તો આ વિવાદ બે ધર્મો વચ્ચે નહીં પરંતુ 2 રાજ્યોની ધાર્મિક સંસ્થાઓ વચ્ચેનો છે. હકીકતમાં આંધ્ર પ્રદેશ અને કર્ણાટકે અલગ અલગ સ્થાન પર હનુમાનજીના જન્મનો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TTD ના આયોજન પર આપત્તિ
આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા તિરુપતી દેવસ્થાનમ (TTD) બુધવારે અંજનાદ્રી મંદિરમાં એક સમારોહ આયોજિત કરવા જઈ રહ્યું છે. જ્યાં ગત વર્ષે એપ્રિલમાં રામ નવમી પર હનુમાનના જન્મસ્થાન તરીકે ઔપચારિક અભિષેક થયો હતો. પરંતુ કર્ણાટકનું શ્રીહનુમાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ વાત સાથે સહમત નથી. આ ટ્રસ્ટનો દાવો છે કે વાલ્મિકી રામાયણમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હનુમાનજીનો જન્મ કિષ્કિંધાના અંજનાહલ્લીમાં થયો હતો. કહેવાય છે કે આ સ્થાન હમ્પી નજીક તુંગભદ્રા નદીના કિનારે સ્થિત છે. 


પુલવામા હુમલાની ત્રીજી વરસીએ આ CM એ ભારતીય સેનાના શૌર્ય પર ઉઠાવ્યો સવાલ, જુઓ Video 


અંજનાદ્રીને જણાવ્યું જન્મસ્થળ
જ્યારે બીજી બાજુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન કમિટીનું કહેવું છે કે પુરાણો અને શિલાલેખો જેવા પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ રીતે હનુમાનના જન્મસ્થળ તરીકે અજનાદ્રીનો ઉલ્લેખ છે. જેને હવે તિરુમાલા કહે છે. એપ્રિલમાં TTD એ અંજનાદ્રીના દાવાને રેખાંકિત કરતા એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી હતી. જે ડિસેમ્બર 2020માં બનાવવામાં આવેલી 8 સભ્યોની પેનલ દ્વારા પ્રસ્તુત એક રિપોર્ટ પર આધારિત હતી. પરંતુ કર્ણાટક સ્થિત  તીર્થ ક્ષેત્રએ 6 પાનાના પોતાના એક લેટરમાં ટીટીડીના આ દાવાનો વિરોધ કર્યો હતો. 


એકદમ અનોખુ છે આ મંદિર, જ્યાં ભક્તો ભગવાન પર ચડાવે છે બીડી, નહીં તો અમંગળ થાય


વાતચીત થઈ પરંતુ કોઈ રસ્તો ન નીકળ્યો
TTD એ અનેક વૈદિક અને ધાર્મિક વિદ્વાનો દ્વારા સ્વીકાર કરાયેલા પૌરાણિક, સાહિત્યિક, પુરાતાત્વિક અને ભૌગોલિક પુરાવાના આધારે આ દાવો કર્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના સીઈઓ જવાહર રેડ્ડીએ એક ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ દ્વારા રચિત રામચરિત્ર માનસમાં આ મામેલ નક્કર પુરાવા મળે છે. જ્યારે રામ ભક્ત હનુમાનના જન્મસ્થળને લઈને ચાલી રહેલા આ વિવાદને ઉકેલવા માટે  ગત વર્ષ મે મહિનામાં વાતચીત થઈ હતી પરંતુ બંને રાજ્યો કોઈ  તારણ સુધી પહોંચી શક્યા નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube